1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 22 જૂન 2023 (15:31 IST)

આદિપુરુષ પર ગુસ્સે થયા મુકેશ ખન્ના, બોલ્યા - આખી ટીમને જીવતી સળગાવી દેવી જોઈએ

aadi purush
aadi purush
પીઢ અભિનેતા મુકેશ ખન્નાએ તાજેતરમાં 'આદિપુરુષ'ને રામાયણ સાથે ભયાનક મજાક ગણાવી હતી. હવે એક ઈન્ટરવ્યુમાં તેણે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે ફિલ્મની આખી ટીમને જીવતી સળગાવી દેવી જોઈએ.
 
'આદિપુરુષ'ની રિલીઝ સામે પોતાનો વિરોધ ચાલુ રાખતા મુકેશે દેશવાસીઓને રામાયણના આ અર્થઘટનના રિલીઝના વિરોધમાં સામેલ થવા વિનંતી કરી છે.
 
ખુદનો બચાવ શા માટે કરો છો?
 
ANIને આપેલા ઈન્ટરવ્યુમાં મુકેશે કહ્યું, 'તેમને માફ ન કરવા જોઈએ. આ ફિલ્મની આખી ટીમને 50 ડિગ્રી પર જીવતા  સળગાવી દેવા જોઈએ. મને સમજાતું નથી કે તેઓ શા માટે પોતાનો બચાવ કરી રહ્યા છે? તમે આવી ફિલ્મ ન બનાવી શકો અને કહો કે અમારી ફિલ્મનો વિરોધ ન કરો.
 
મને લાગતુ હતુ કે મનોજ મુતંશિર પોતાનુ મોઢુ સંતાડી દેશે 
બીજી બાજુ મનોજ મુંતશિરના એક્સપ્લેનેશન પર વાત કરતા મુકેશ ખન્ના એકદમ ભડકી ઉઠ્યા.  તેઓ બોલ્યા - એવુ કહેવાય છે કે મનોજ મુંતશિર ખૂબ મોટા રાઈટર છે પણ તેમની વાતો સાંભળીને ખૂબ ખરાબ લાગ્યુ. મને લાગતુ તુ કે જ્યારે આ ફિલ્મને આખુ હિન્દુસ્તાન ક્રિટિસસઈજ કરશે તો તેઓ મોઢુ સંતાડશે. પણ તેઓ બોલી રહ્બ્યા છે કે વાલ્મિકી, તુલસીદાસ અને રામાનંદ સાગરજી પછી આ રામાયણનુ મારુ વર્ઝન છે. અરે ભાઈ તમે કોણ છો ? તમે શુ વાલ્મિકીથી ઉપર છો જે બાળકોને કહેશે કે જૂની વાતો ભૂલી જાવ,  હુ જે બતાવી રહ્યો છુ તે જ સાચુ છે. 
 
તેમણે રામ અને હનુમાનને ચામડુ પહેરાવ્યુ 
 
મુકેશે આગળ કહ્યું, 'તેમણે હનુમાનને ચામડાના વસ્ત્રો પહેરાવી દીધા. ભગવાન રામને પણ ચામડાના ચંપલ પહેરાવ્યા.  ન તો રામની મૂછ હોઈ શકે, ન કૃષ્ણ ની કે ન તો વિષ્ણુની. 
 
ભૂષણ કુમાર પર પણ સાધ્યું નિશાન
આ સિવાય ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર પર નિશાન સાધતા મુકેશ ખન્નાએ કહ્યું, 'તમે જાણો છો કે ટી-સીરીઝનો કર્તા ધર્તા કોણ હતા. તેમણે રામ અને તમામ દેવતાઓના સ્તુતિને એટલા લોકપ્રિય બનાવ્યા હતા કે તેમની એક જ વસ્તુ વેચાતી હતી. તેમનો દીકરો આજે આવી રામાયણ બનાવે છે? શું તે તેમના પિતાની પરંપરાને આગળ ધપાવી રહ્યો છે કે પછી તેમનું નામ બગાડી રહ્યો છે?
 
ઘણા કલાકારોએ વાંધો વ્યક્ત કર્યો
અગાઉ લેખક મનોજ મુન્તાશીરને બૌદ્ધિક લેખક ગણાવતા મુકેશ ખન્નાએ કહ્યું હતું કે તેમણે કલયુગમાં રામાયણ બદલી નાખી.  મુકેશ ઉપરાંત અત્યાર સુધી ઘણા એક્ટર્સ પણ આ ફિલ્મ પર વાંધો ઉઠાવી ચુક્યા છે.