આ ક્રિકેટરને ડેટ કરી રહી છે બોલીવુડની બોલ્ડ અભિનેત્રી નિધિ અગ્રવાલ

ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ મુન્ના માઈકલ દ્વારા એક્ટ્રેસ નિધિ અગ્રવાલે બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. ફિલ્મ નિષ્ફળ ગઈ અને નિધિનુ કેરિયર એવી ગતિ ન પકડી શક્યુ જેવી તેને આશા હતી.

આ સમય નિધિ પાસે બે ફિલ્મો છે. એક હિન્દીમાં અને બીજી તેલુગુમાં. તે પોતાના કેરિયર પર ધ્યાન આપી રહી છે પણ આ સમયે બીજા કારણોથી ચર્ચામાં છે.


નિધિનુ નામ આ સમયે એક એવા ક્રિકેટર સાથે જોડાય રહ્યુ છે જેને આઈપીએલમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ.
બંને સતત સાથે જોવા મળી રહ્યા છે અને કહેવાય રહ્યુ છે કે તે આ ક્રિકેટરને ડેટ કરી રહી છે.

એવુ કહેવાય રહ્યુ છે કે નિધિ ભારતીય ક્રિકેટર કે.એલ રાહુલને ડેટ કરી રહી છે. રાહુલે તાજેતરમાં જ આઈપીએલ 2018માં ઢગલો રન બનાવ્યા છે. નિધિ અને તે ડિનર પર અનેકવાર સાથે જોવા મળ્યા.

અને ક્રિકેટનો આમ પણ જૂનો સંબંધ છે. સૂત્રો મુજબ બંને વચ્ચે વાત દોસ્તીથી આગળ વધી ગઈ છે.
જો કે નિધિએ આ પ્રકારની વાતોને ખોટી બતાવી છે. તે કહે છે કે અમે અનેકવાર સાથે ડિનર લીધુ છે. હરીએ ફરીએ છીએ. પણ રોમાંસ જેવુ કશુ નથી.

નિધિ મુજબ રાહુલ સાથે તેની ઓળખ ખૂબ જુની છે.
જ્યારે ન તો એ અભિનેત્રી હતી કે ન તો રાહુલને કોઈ ક્રિકેટરના રૂપમાં ઓળખતુ હતુ
ટીનએજના દિવસોથી તેમની ઓળખ છે.


આ પણ વાંચો :