Ramayana: 'રામાયણ' માટે રણબીર કપૂર વસૂલે છે મોટી રકમ, માતા સીતાની ભૂમિકા માટે સાઈએ વધારી ફી
બોલીવુડ અભિનેતા રણબીર કપૂર હાલ પોતાની આગામી ફિલ્મ રામાયણ ને લઈને ચર્ચામાં છે. રોજ આ ફિલ્મ સાથે જોડાયેલ કોઈને કોઈ સમાચાર સામે આવે છે. રણબીરના ફેંસ આ ફિલ્મની આતુરતાથી રાહ જુએ છે. એવુ બતાવાય રહ્યુ છે કે રણવીર આ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા ભજવશે. રિપોર્ટ્સ મુજબ ફિલ્મની શૂટિંગ શરૂ થઈ ચુકી છે. જેના સેટ પરથી અનેક તસ્વીરો સામે આવી ચુકી છે. ફિલ્મ સાથે જોડાયેલ કોઈને કોઈ સમાચાર સામે આવી રહ્યા છે. આ ફિલ્મના કલકારોની ફી વિશે ખુલાસો થયો છે.
સમાચારનુ માનીએ તો રણબીર કપૂરે રામાયણમાં ભગવાન રામનુ પાત્ર ભજવશે. જે માટે અભિનેતાએ 75 કરોડ રૂપિયાની ભારે ભરકમ ફી લઈ રહ્યા છે. નિર્દેશક નિતેશ તિવારી રામાયણને મોટા સ્તર પર શૂટ કરી રહ્યા છે. આ માટે ફિલ્મનુ બજે પણ ખૂબ વધુ છે. ભગવાન રામની ભૂમિકા માટે રણબીર ટ્રેનિંગ લઈ રહ્યા છે. જેને કારણે રણવીર કપૂર ખૂબ પાતળા લાગી રહ્યા છે. તાજેતરમાં જ અભિનેતાના ટ્રેનિંગનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા તે પોતાના પાત્ર માટે ખૂબ મહેનત કરતા જોવા મળી રહ્યા છે.
આ દરમિયાન, એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રણબીરે આ પ્રોજેક્ટ માટે મોટી રકમ માંગી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાએ ભગવાન રામના રોલ માટે 75 કરોડ રૂપિયાની ફી માંગી છે. રણબીરની આ ફી તેની બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલ કરતાં વધુ છે.
આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે સાઈ પલ્લવી આ ફિલ્મમાં માતા સીતાની ભૂમિકા ભજવશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે આ પાત્ર માટે તેની ફી પણ વધારી દીધી છે. સાઈ પલ્લવી માતા સીતાના રોલ માટે 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જોકે, આ રણબીરની ફી કરતાં ઘણી ઓછી છે, પરંતુ તેણે ફિલ્મ માટે તેની રિપોર્ટ કરેલી ફી 2.5 કરોડ રૂપિયાથી બમણી કરી દીધી છે. હાલમાં આ સમાચારોને લઈને નીતિશ, રણબીર કે સાંઈ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.