1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (17:43 IST)

ગુજરાતમાં કોવિડની રી-એન્ટ્રી, દક્ષિણ ભારત ફરવા ગયેલી ગાંધીનગરની બે મહિલાઓ કોરોના પોઝિટીવ

ગાંધીનગરમાં કોવિડના નવા વેરિયન્ટના બે કેસ મળ્યા છે. બે મહિલાઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બંને મહિલાઓની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતા તેઓ દક્ષિણ ભારતમાં ફરવા માટે ગઈ હતી. દક્ષિણ ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે બંને મહિલાઓને ત્યાંથી જ ચેપ લાગ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ બંને મહિલાઓને તેમના ઘરે જ આઇસોલેશનમાં રાખવામાં આવી છે. તેમના સેમ્પલ જીનોમ સિકવન્સ માટે મોકલી અપાયા  મહિલાના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ હાથ ધરાઈ છે. મહિલાઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે.

સેક્ટર 6 વિસ્તારમાં સર્વેલન્સ વધારવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN1ને લઈને સાવધાન થઈ રહ્યું છે. સોમવારે કેન્દ્રમાંથી કોવિડ-19ના કેસોમાં થયેલા નવા વધારા અને નવા JN1 પેટા વેરિઅન્ટના પ્રથમ કેસની શોધને ધ્યાનમાં રાખીને રાજ્યોને એક એડવાઈઝરી જારી કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કેરળમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટનો એક નવો મામલો સામે આવ્યો છે. રાજ્યની મહાનગર પાલિકાઓની આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારથી જ સજ્જ થઇ ગઈ છે અને જરૂરી સાવચેતીના પગલાં લેવાના શરુ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરે તમામ આરોગ્ય મંત્રીઓની બેઠક બોલાવી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું કે આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને રાજ્યોએ શ્વસનની સ્વચ્છતા સાથે રોગના ફેલાવાના જોખમને ઘટાડવાની જરૂર છે. આ માટે જરૂરી જાહેર આરોગ્યના પગલાં અને અન્ય વ્યવસ્થા કરવા સલાહ આપી હતી. કેન્દ્રએ રાજ્યોને કોવિડ પરીક્ષણ માર્ગદર્શિકા અનુસાર પર્યાપ્ત પરીક્ષણની ખાતરી કરવા જણાવ્યું છે. RT-PCR અને એન્ટિજેન પરીક્ષણોનો ભલામણ કરેલ હિસ્સો જાળવી રાખો. ઈન્ટીગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP) પોર્ટલ સહિત તમામ આરોગ્ય સુવિધાઓમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન બિમારીના કેસોનું નિયમિતપણે નિરીક્ષણ કરવા અને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે.