રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (12:15 IST)

ગુજરાતમાં ભાજપનું ઓપરેશન લોટસ, AAPના ભાયાણી બાદ કોંગ્રેસના MLA ચિરાગ પટેલનું રાજીનામું

BJP's Operation Lotus in Gujarat
BJP's Operation Lotus in Gujarat
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે ઓપરેશન લોટસ શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે આજે સવારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે.

સુત્રોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેમાંથી વધુ કેટલાક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. કોંગ્રેસના 17 વિધાનસભ્યોમાંથી હવે માત્ર 16 જ રહ્યાં છે. ખંભાતમાં 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસને ખંભાતમાં ચિરાગ પટેલે ઉમેદવારી કરીને જીત અપાવી હતી. ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપી હતી અને તેમની જીત થઈ હતી. ચિરાગ પટેલને 69,069 મત મળ્યાં હતાં. જેની સામે ભાજપના મહેશ રાવલને 65,358 મત મળ્યાં હતાં. આમ, ભાજપની 3711 મતે હાર થઇ હતી. ખંભાત ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 108 નંબરની બેઠક છે જે આણંદ લોકસભામાં આવે છે.આમ એક પછી એક ધારાસભ્યોના રાજીનામાંથી વિપક્ષની હાલત ખરાબ થઇ ગઈ છે.ચિરાગ પટેલના રાજીનામા બાદ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વ જેવું હવે કઈ બાકી રહ્યું જ નથી તેમજ ખરાબ નેતૃત્વના કારણે કોંગ્રેસ પાછળ ધકેલાઈ રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં રહીને ધારાસભ્યો ગુંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં રાજકારણ નહી પરંતુ રાજનીતિ ચાલે છે. તેમણે કહ્યું કે, અમે કોઈ પણ નેતાને આમંત્રણ આપતા નથી. ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, કોંગ્રેસના નેતાઓ તેમની રીતે જ ભાજપમાં આવે છે અને PM મોદીને કોંગ્રેસના નેતાઓનો પણ સમર્થન મળે છે. 26 માંથી 26 બેઠક ભાજપ જીતશે. અમે કોઈને બોલાવતા નથી. આ તો સતત ચાલતી પ્રોસેસ છે. કોંગ્રેસમાં નેતાઓ ગૂંગળાઈ રહ્યા છે રહ્યા છે તેમ પણ ઋષિકેશ પટેલ કહ્યું છે.