શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 13 ડિસેમ્બર 2023 (13:01 IST)

ભાજપનું ઓપરેશન લોટસ શરૂ:વિસાવદરના MLA ભાયાણીએ રાજીનામું આપ્યું

Visavdar MLA Bhayani resigns
Visavdar MLA Bhayani resigns
ગુજરાત વિધાનસભામાં વિસાવદર બેઠકથી ભૂપત ભાયાણી ધારાસભ્ય છે. જેઓ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જે પછી ડિસેમ્બર 2022માં પણ ભાજપમાં જોડાવાની તૈયારી થઇ હતી.

ભૂપત ભાયાણીએ આજે વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. હું રાષ્ટ્રવાદી નેતા છું. વિકાસને માનવાવાળો વ્યક્તિ છું. જનતાની સેવા કરવાવાળો વ્યક્તિ છું. મને આમ આદમી પાર્ટીમાં આ પ્લેટફોર્મ યોગ્ય રીતે મળી શકે તેવું નહોતું લાગતું. જેથી કરને મેં આજે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામુ આપેલું છે. આજે મેં આમ આદમી પાર્ટીના સભ્યપદેથી પણ રાજીનામુ આપેલું છે. આવનારા દિવસોમાં તમને હું બધું કહીશ. ભાજપમાં તમે જોડાવાનો છો કે તમારી ઈચ્છા ખરી તેવા પ્રશ્નના જવાબમાં ભૂપત ભાયાણીએ કહ્યું હતુંકે હું ભાજપનો જ કાર્યકર્તા હતો. જીવંતપર્યન્ત ભાજપનું કામ કરેલું છે. ભાજપમાં મેં 22 વર્ષ જેટલો સમય વિતાવેલો છે અને ખુબ કામ કરેલું છે.ભાજપે તમને સસ્પેન્ડ કર્યા હતા તેના જવાબમાં ભૂપત ભાયાણીએ કહ્યું હતું કે બિલકુલ નહીં, ભાજપે મને ક્યારેય સસ્પેન્ડ કર્યો નથી. રાજીનામુ આપવામાં આટલો સમય કેમ લાગ્યો તેના જવાબમાં તેઓએ કહ્યું હતુંકે રાજનીતિમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવાનો હોય છે.મારે મારા વિસ્તારના કામો કરવા કરવા છે. ખેડૂતો માટે મારે કામ કરવાના છે.મારો નિર્ણય કરવા હું સ્વતંત્ર છું અને મેં નિર્ણય કર્યો છે. મારા વિસ્તારના લોકોને પૂછીને મેં નિર્યય કર્યો છે. જો મારા વિસ્તારના લોકો કહેશે કે ચૂંટણી લડવાની છે તો હું ચૂંટણી લડીશ. આમ આદમી પાર્ટીના કેટલા મુદ્દાઓ મને ફીટ થતા ન હતા તેથી મેં રાજીનામુ આપ્યું છે. દેશમાં આટલા વિકાસના કામો થતા હોય અને મારે વડાપ્રધાન સામે બેસવાનું હોય તે મને ફીટ થતું ન હતું આથી મેં આમ આદમી પાર્ટી છોડી દીધી છે.