શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (14:02 IST)

સુરતના ઉધનામાં 10મા માળેથી યુવતીએ છલાંગ લગાવી આપઘાત કર્યો

સુરતના ઉધના વિસ્તારમાં હરિનગર રોડ પર આવેલા શુભ-રેસિડેન્સીમાં આ સમગ્ર ઘટના ઘટી હતી. દસમા માળેથી સુગના કલાલે મોતની છલાંગ લગાવતાં કરુણ મોત નીપજ્યું હતું. મોતની સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી, જે મુજબ વીડિયો ઉતારનાર એક જગ્યાએ બોલે છે કે અડધો કલાકથી યુવતી આ રીતે બેઠી હતી. વીડિયોમાં જે પ્રમાણે અવાજ આવે છે એ પ્રમાણે વીડિયો ઉતારનાર બૂમ મારે છે,

એ દરમિયાન જ યુવતી નીચે કૂદી જાય છે. યુવતી ઘણા લાંબા સમય સુધી ટેરેસ પાસે બેસી રહી હતી, જ્યારે લોકોની નજર તેના પર પડી ત્યારે તેને રોકવા માટે પ્રયાસ પણ નીચેથી બૂમાબૂમ કરીને કર્યો, પરંતુ તે ધીરે-ધીરે ટેરેસ પરથી પાળી પર બેઠી હતી ને પાળી પરથી સીધુ જ નીચે ઝંપલાવી દીધું હતું અને ધડાકાભેર અવાજ આવ્યા હતો. આસપાસના લોકો દોડી આવ્યા હતા. યુવતીને માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એન.દેસાઈએ જણાવ્યું હતું કે જે વીડિયો સામે આવ્યો છે એ જોતાં અમે તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી દીધી છે. યુવતી માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તેના પરિવારજનો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે લાંબા સમયથી તે સારવાર પણ લઈ રહી હતી. વીડિયોમાં પણ સ્પષ્ટ દેખાય છે કે યુવતી જાતે જ ઉપરથી પડતું મૂકે છે. હાલ અત્યારે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે, આગળની કાર્યવાહી ચાલુ છે.