મંગળવાર, 8 એપ્રિલ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (11:35 IST)

ઈંટરનેટ પર છવાઈ પાકિસ્તાની અભિનેત્રી Sajal Ali, શ્રીદેવી સાથે બોલીવુડમાં મારી છે એંટ્રી (Photos)

શ્રીદેવીની ફિલ્મ મૉમ માં લીડ રોલમાં જોવા મળેલ પાકિસ્તાની અભિનેત્રી સજલ અલી ચર્ચામાં છે. 
સજલ વર્તમાન દિવસોમાં ઈંટરનેટ પર છવાઈ છે. દરેક આ અભિનેત્રી વિશે જાણવા માંગે છે. 
સજલ પાકિસાનની ખૂબ જ સફળ અભિનેત્રી છે જે પોતાના સ્ટાઈલ માટે પણ ફેમસ છે. 
મૉમ દ્વારા સજલને બોલીવુડમાં એક મોટો બ્રેક મળ્યો છે. સજલ બોલીવુડ માટે નવી છે પણ પાકિસ્તાનમાં તે એક જાણીતો ચેહરો છે. 
સજલ પાકિસ્તાનમાં અનેક ટીવી સીરિયલ્સમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી ચુકી છે. 
23 વર્ષની સજલે પાકિસ્તાનમાં નાદાનિયા, યકીન, ગિદ્ધ,  યૂ હમ મિલે અને બેહદ જેવી સીરિયલ્સ અને ટેલી ફિલ્મમાં કામ કરી ચુકી છે. 
સજલે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત 2016માં આવેલ પાકિસ્તાની ફિલ્મ જીંદગી કિતની હસીનથી કરી હતી. 
એક્ટિંગ સાથે સજલ પોતાની સ્ટાઈલ સ્ટેટમેંટ માટે પણ જાણીતી છે.   પાકિસ્તાનમાં તેમના ડ્રેસિંગ સેંસના વખાણ થાય છે અને પોતાના જેટલા જ વયના કલાકારોની જેમ સેજલ પણ સેલ્ફી લેવાની શોખીન છે.