PMને ગમી અક્ષયની Toilet, ટ્વિટર પર કર્યુ જાહેર
બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ ટૉયલેટ એક પ્રેમકથા નુ ટ્રેલર રજુ થઈ ગયુ છે. ફિલ્મનુ ટ્રેલર ખૂબ સરસ છે. આ ટ્રેલરની જ્યા એકબાજુ દરેક લોકો વખાણ કરી રહ્યા છે તો બીજી બાજુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ટ્રેલરના વખાણ કર્યા છે.
ઉલ્લેખનીય છેકે પીએમ મોદી વર્તમાન દિવસોમાં પોતાની ચાર દેશોની યાત્રા પર છે. અને યાત્રા પરથી પરત ફરતી વખતે તેમણે અક્ષય કુમારના ટ્વીટને રીટ્વીટ કર્યુ. તેમણે લખ્યુ કે સ્વચ્છતાના સંદેશને આગળ વધારવાનો આ એક સારો પ્રયાસ છે.