સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ. , ગુરુવાર, 13 ઑગસ્ટ 2020 (21:05 IST)

ફિલ્મ 'સડક 2' ના ટ્રેલરને સૌથી વધુ ડિસ્લાઈક મળતા પૂજા ભટ્ટે કરી આ વાત

ફિલ્મ 'સડક 2'  નુ ટ્રેલર સૌથી વધુ ડિસ્લાઈકવાળુ ટ્રેલર બની ગયુ છે. સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ પછી સોશિયલ મીડિયા પર નેપોટિજ્મને લઈને ચર્ચા જોરો પર છે.  ફિલ્મમેકર મહેશ ભટ્ટ, પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટને પણ સોશિયલ મીડિયા પર ટ્રોલર્સનો સામનો કરવો પડી છે.  હવે મહેશ ભટ્ટની ફિલ્મ સડક 2 પર તેની અસર પડી છે. 
 
સડક 2 ના બહિષ્કારની માંગ 
 
લોકો ફિલ્મ સડક 2 ના બહિષ્કારની માંગ કરી રહ્યા છે. બીજી બાજુ ફિલ્મ સડક 2 નુ ટ્રેલર 12 ઓગસ્ટમા રોજ રજુ થયુ. ફિલ્મનુ ટ્રેલર રજુ થતા જ લોકોએ તેને યુટ્યુબ પર ડિસ્લાઈક કરવુ શરૂ કરી દીધુ. સડક 2 નુ ટ્રેલર યુટ્યુબ હિસ્ટ્રીમાં સૌથી વધુ ડિસ્લાઈક મેળવનારુ ટ્રેલર બની ગયુ છે. 
 
સોશિયલ મીડિયા પર એંટી સડક 2 કૈપેનની શરૂઆત 
 
ફિલ્મ સડક 2 ને મહેશ ભટ્ટે નિર્દેશિત કર્યુ છે. આ ફિલ્મમાં સંજય દત્ત, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, પૂજા ભટ્ટ અને મકરંદ દેશપાંડેએ મુખ્ય ભૂમિકા ભજવી છે. 
ટ્રેલરને ડિસ્લાઈક કરવાની સાથે જ સંજય દત્તની માંગી માફી 
 
સુશાંતના ચાહકો સહિત લાખો લોકોએ ફિલ્મના બહિષ્કારની  માંગ અને તેના ટ્રેલરને ડિસ્લાઈક કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ લોકોએ 'સડક 2'ના ટ્રેલર પર ડિસ્કલાઈક બટન દબાવવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયા પર, લોકો ફિલ્મના ટ્રેલરને પસંદ ન કરવા ઉપરાંત સંજય દત્તની માફી માંગી રહ્યા છે. તાજેતરમાં સંજય દત્તે જાહેરાત કરી છે કે મેડીકલ ટ્રીટમેંટને લીધે તે થોડા સમય માટે કામમાંથી બ્રેક લઈ રહ્યા છે. 
 
શુ કહ્યુ યૂટ્યુબ યૂઝરે  ?
 
એક યૂઝરે લખ્યુ છે કે 'સડક 2' નું ટ્રેલર આવી ગયું છે.  પ્લીઝ સંજય દત્ત અમને માફ કરે. અમે જાણીએ છીએ કે હાલ તમે એક ભયંકર વેદનામાંથી પસાર થઈ રહ્યા છો. પરંતુ તમે સમજવાનો પ્રયાસ કરો. અમે મહેશ ભટ્ટ અને તેમના પરિવારના કોઈપણ સભ્યની મુવી જોવી પસંદ કરી શકતા નથી. સુશાંત જેવા પ્રતિભાશાળી અભિનેતાની હત્યામાં તેમનો હાથ છે અને આપણે ભારતીય આવુ નથી કરી શકતા. અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્રોલરને જવાબ આપવા માટે ટ્વિટરની મદદ લીધી.