બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (12:13 IST)

સાચે જ સમય જાણે કે ઉડે છે....પ્રિયંકા ચોપરાએ શેયર કર્યા પુત્રી માલતી મૈરીના જૂના ફોટા, નિક જોનસે પણ ખૂબ વરસાવ્યો પ્રેમ

priyanka chopra
priyanka chopra
- પ્રિયંકા ચોપડાએ શેયર કરી પુત્રી માલતી મૈરીની ન જોયેલી તસ્વીરો 
- આ ફોટો શેયર કરતા પ્રિયંકાએ લખ્યુ કે સમય ખૂબ જલ્દી વીતી જાય છે 
- માલતીનો જન્મ વર્ષ 2022માં સરોગેસીથી થયો હતો. 
 
Priyanka Chopra ની આ ફોટો જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ તસ્વીર ત્યારની છે જ્યારે માલતી મૈરીનો જન્મ થયો હતો. ઉલ્લેખનીય છે કે 15 જાન્યુઆરી 2022ના રોજ માલતીનો જન્મ સરોગેસીથી થયો. તે લગભગ 100 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતી. ત્યારબાદ જ્યારે પ્રિયંકા તેને ઘરે લઈને આવી ત્યારે પુત્રીના જન્મની એનાઉંસમેંટ કરી હતી. 
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ઓસ્કર નૉમિનેટેડ ટૂ કિલ અ ટાઈગર ની ટીમમાં સામેલ થઈ ગઈ છે. તેમણે તેની માહિતી સોશિયલ મીડિયા પર પણ શેયર કરી છે. આ ફિલ્મ જલ્દી જ નેટફ્લિક્સ પર રજુ કરવામાં આવશે. 
 ભેજને કારણે છોડ્યો આલીશાન બંગલો 
થોડા દિવસ પહેલા જ પ્રિયંકાએ પોતાનો લગભગ 166 કરોડવાળો આલીશાન બંગલો છોડી દીધો. કારણ કે એ ઘરમાં પાણીની લીકેજને કારણે ભેજ આવી ગયો હતો   પ્રિયંકા અને નિકે આ પ્રોપર્ટીને વેચનારા વિરુદ્ધ કેસ પણ નોંધાવ્યો અને વળતરની માંગ કરી. હાલ તે ફેમિલી સાથે બીજે ક્યાક રહે છે. 
આ પ્રોજેક્ટમાં જોવા મળશે 
વર્કફ્રંટની વાત કરીએ તો પ્રિયંકાના ફેંસ તેમના અપકમિંડ હોલીવુડ પ્રોજેક્ટ ધ બ્લફની રાહ જોઈ રહ્યા છે. આ એક પીરિયડ ડ્રામા મૂવી છે. જેની રીલીઝ ડેટ હાલ એનાઉંસ કરવામાં આવી નથી.