શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (12:26 IST)

BMCM: અક્ષય-ટાઈગરના કાર્યક્રમમાં ચંપલો ફેંકાઈ, પોલીસે ભીડને કાબુ કરવા માટે કર્યો લાઠી ચાર્જ

akshay kumar
akshay kumar
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ વર્તમાન દિવસોમાં પોતાના આવનારી ફિલ્મ 'બડે મિયા છોટે મિયા' ને લઈને ચર્ચામાં બનેલા છે. ફિલ્મ રજુ થવા માટે તૈયાર છે અને તેમણે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો. અક્ષય-ટાઈગરના એક કાર્યક્રમ દરમિયાન ભગદડ મચી ગઈ. ભીડ બેકાબુ થઈ ગઈ. જેને કાબુ કરવા માટે સુરક્ષા કર્મચારીઓએ લાઠીચાર્જની મદદ લેવી પડી. 

 
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર અક્ષય અને ટાઈગરના કાર્યક્રમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટાઈગર અને અક્ષયે ફિલ્મના પ્રચાર સમયે ફેંસને લાઈવ એક્શન સ્ટંટ પણ કરીને બતાવ્યા. આ દરમિયાન ઉત્સાહિત ફેંસની ભીડ એટલી વધી ગઈ કે તેમને કાબુ કરવા મુશ્કેલ થઈ ગયા. અચાનક કાર્યક્રમમાં બબાલ મચી ગઈ. પ્રશંસકો  ગીર્દીમાં ચપ્પલો ફેંકતા જોવા મળતા ભગદડ મચી ગઈ. 

વાયરલ વીડિયોમાં યૂપી પોલીસે ભીડને કાબુમાં કરતા જોવા મળ્યા, પણ ભીડ બેકાબુ થઈ ગઈ અને આવામાં પોલીસે લાઠી ચાર્જ કરી દીધો. તેમને ભીડને શાંત કરવાની કોશિશ કરી. આ દરમિયાન અક્ષય અને ટાઈગર ભીડથી દૂર સુરક્ષિત હતા. આયોજકો તરફથી દાવો કરવામાં આવ્યો કે પ્રશંસકોએ કલાકારો દ્વાર ફેંકવામાં આવેલી વસ્તુઓ પકડવા માટે મારામારી કરી. જેને કારણે તેમને રોકવા માટે લગાવેલા બેરિકેડ્સ તૂટી ગયા 

 
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે લખનૌમાં  એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.  તેમણે સિનેમાના એક્શન પર વાત કરી. ટાઈગરે અક્ષયને ભારતને ભારતનો ટૉમ ક્રૂજ બતાવ્યો  અને કહ્યુ કે તે ખૂબ જ ખુશ છે, કારણ કે તેમને અસલી એક્શન ખેલાડી સાથે કામ કરવાની તક મળી. બીજી બાજુ અક્ષયે પણ ટાઈગરના વખાણ કર્યા. તેમણે કહ્યુ તેમને ટાઈગર પાસેથી ઘણુ બધુ શીખવા મળ્યુ છે. 

Edited by - Kalyani Deshmukh