1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (16:58 IST)

Pushpa Box Office Collection- રોકાવવાના મૂડમાં નહી પુષ્પા, 25મા દિવસે પણ શાનદાર કલેકશન

Pushpa Box Office Collection
પુષ્પા દ રાઈઝના જોરદાર કલેક્શનથી ક્રિટિક્સ પણ ચોંક્યા છે. ફિલ્મ હિંદી વર્જનમાં આ રીતે બિજનેસ કરશે તેની આશા કદાચ કોઈને હતી. ખાસ કરીને ત્યારે જ્યારે સ્થિતિ સામાન્ય નથે. કોરોનાના વધરા કેસના કારણે દેશના ઘણા રાજ્યોમાં સિનેમાઘર બંદ કરી નાખ્યા છે. તેમજ વીકેંડ લૉકડાઉન છે તો ક્યાં નાઈટ કર્ફ્યુ છે તે સિવાય પુષ્પાને લઈને આ રીતે ક્રેઝ છે કે જ્યાં સિનેમાઘર ખુલ્લા છે. ત્યાં દર્શક પહોંચી રહ્યા છે. ફિલ્મ રિલીઝના 25મા દિવસે પણ રોકાવવાના મૂડમાં નથી. 
 
મોટી ફિલ્મોને આપી મ્હાત 
અલ્લૂ અર્જુનની ફિલ્મ 17 ડિસેમ્બરે થિયેટરમાં રિલીજ થઈ હતી. તેની સાથે જ "સ્પાઈડર મેન: નો વે હોમ" અને ફરી આવતા અઠવાડિયે 83 રિલીઝ થઈ પણ પુષ્પાની કમાણી પર કોઈ અસર નહી પડ્યુ. 
 
તેણે ટ્વીટ કર્યું, 'પુષ્પા ધીમી પડી રહી છે પરંતુ તેણે પોતાનું કામ કર્યું છે. ઘણી મોટી વાત છે કે, રોગચાળાના આ યુગમાં ફિલ્મને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. ફિલ્મે શુક્રવારે 1.95 કરોડ, શનિવારે 2.56 કરોડ, રવિવારે 3.48 કરોડ અને સોમવારે 1.10 કરોડનું કલેક્શન કર્યું છે. આ રીતે તેનું કુલ કલેક્શન 81.58 કરોડ છે.