સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ , મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (12:38 IST)

જાણીતી ગાયિકા લતા મંગેશકર ICUમાં દાખલ, કોરોના રિપોર્ટ આવી પોઝિટિવ

. જાણીતી ગાયિકા લતા મંગેશકરને કોવિડ-19 પોઝિટ્વ આવ્યા પછી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને સાધારણ લક્ષણ છે. તેમની ભત્રીજી રચનાએ એએનઆઈને ચોખવટ કરી છે. 


દેશમાં એક વાર ફરી ઝડપથી કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં અનેક બોલીવુડ સેલેબ્સ પણ આની ચપેટમાં આવી ચુક્યા છે. આ સેલેબ્સની લિસ્ટમાં હવે લતા મંગેશકર અને અભિનેતા ઋત્વિક રોશનની એક્સ વાઈફ સુજૈન ખાનનુ નામ પણ જોડાય ગયુ છે.  રિપોર્ટ મુજબ લતાના સંક્રમિત થયા પછી તેમને મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
આ સેલીબ્રિટી પણ કોરોનાની ચપેટમાં 
 
 
છેલ્લા કેટલાક દિવસોમાં સુઝૈન ખાન, ખુશી કપૂર અને વીર દાસ, એશા ગુપ્તા, માનવી ગગરૂ, અરિજિત સિંહ અને તેની પત્ની, મધુર ભંડારકર, નફીસા અલી, ગાયક-સંગીતકાર વિશાલ દદલાની, મિથિલા પાલકર, કુબ્રા સૈત, સ્વરા ભાસ્કર અને તેમની  આખી ફેમિલી, મિમી ચક્રવર્તી, એકતા કપૂર, મૃણાલ ઠાકુર, રાહુલ રવૈલ, નકુલ મહેતા અને તેમનો પરિવાર, શિખા સિંહ, વરુણ સૂદ, સુમોના ચક્રવર્તી, દ્રષ્ટિ ધામી, જોન અબ્રાહમ, નોરા ફતેહી અને શિલ્પા શિરોડકર સહિત ઘણા સેલેબ્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા અને ઘરે ક્વોરેન્ટાઇનમાં છે. આમાંથી ઘણા સેલેબ્સ હવે કોરોનામાંથી રિકવર પણ થઈ ચુક્યા છે.