સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 10 જાન્યુઆરી 2022 (21:02 IST)

બજરંગી ભાઈજાન સિકવલના ટાઈટલને લઈને સલમાન ખાને તોડ્યો પ્રોટોકોલ ? કબીર ખાન અને વિજયેન્દ્ર વચ્ચે અત્યારથી જ ક્લેશેજ

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને તાજેતરમાં જ ફિલ્મ 'બજરંગી ભાઈજાન' વિશે જાહેરાત કરી હતી. જો કે હવે ડાયરેક્ટર કબીર ખાને કહ્યું છે કે સલમાન ખાને આ કામ ઉત્સાહમાં કર્યું છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ ફિલ્મના બીજા ભાગની સ્ક્રિપ્ટ પણ હજુ સુધી લોક કરવામાં આવી નથી.
 
કબીર ખાને સ્ક્રિપ્ટ નથી વાંચી 
 
ફિલ્મમેકર કબીર ખાને મિડ ડે સાથેની વાતચીતમાં કહ્યું, 'પવનપુત્ર ભાઈજાન તો સલમાન ખાન કહી રહ્યો છે. જોવા જઈએ તો તે હજુ લખાય રહી છે , તેમણે તેને બનાવવઆની વાત કરી દીધી કારણ કે તેઓ ખૂબ એક્સાઈટેડ છે. મે હજુ સ્ક્રિપ્ટ વાંચી નથી. પણ મને લાગે છે કે વિજયેન્દ્ર સર કંઈક રસપ્રદ લખશે. સિક્વલ બનાવવાનો વિચાર મને ક્યારેય પણ એક્સાઈટેડ નથી કરી શકતો. 

 
વિજયેન્દ્રએ ટાઇટલ પર  મારી મહોર
 
કબીર ખાને કહ્યું, 'હું મારી ફિલ્મની સિક્વલ ક્યારેય મારા ફિલ્મની સિકવલ એટલા માટે નહી બનાવુ કારણ કે આની સીકવલ બનાવવી જોઈએ પણ જો આ એક દમદાર સ્ટોરી હશે તો મને તેને બનાવવામાં ખૂબ ખુશી મળશે.  જ્યા કબીર ખાનનું નિવેદન પર 'બજરંગી ભાઈજાન'ની સિક્વલ પર ખતરો દેખાય રહ્યો છે તો બીજી બાજુ વિજયેન્દ્રએ ETimes સાથેની વાતચીતમાં ફિલ્મના ટાઈટલ પર મહોર મારી દીધી છે. 
 
વિજયેન્દ્ર અને કબીર વચ્ચે કન્ફ્યુઝન 
 
વિજયેન્દ્રએ કહ્યું, 'સિક્વલ વિશે વિચારવામાં સમય નથી લાગ્યો અને સલમાન ભાઈને પણ આ વિચાર ગમ્યો.' બીજી બાજુ વિજયેન્દ્રએ ફિલ્મને પુરા કૉન્ફીડંસ સાથે ફિલ્મના ટાઇટલ પર મહોર મારી છે, બીજી બાજુ કબીર ખાને કહ્યું, 'સલમાન ખાને ફોર્મલ એનાઉંસમેંટના પ્રોટોકોલનું પાલન કર્યું નથી. તે ફક્ત તેના દિલની વાત કરે છે