સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 24 નવેમ્બર 2023 (13:24 IST)

Rajkumar Kohli Death: નિર્માતા-નિર્દેશક રાજકુમાર કોહલીનુ નિધન, ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર સાથે આપી હિટ ફિલ્મો

Raj Kumar Kohli Passed Away: હિન્દી ફિલ્મ જગતમાંથી એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. નાગિન અને નોકર બીવી કા જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના નિર્દેશક-નિર્માતા રાજકુમાર કોહલીનુ મુંબઈમાં નિધન થઈ ગયુ. અરમાન કોહલીના પિતા અને પોતાના જમાનાના જાણીતા નિર્દેશક-નિર્માતા રાજકુમાર કોહલીએ 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. 
 
વર્ષ 1963માં એક પ્રોડ્યુસર અને 1973માં નિર્દેશકના રૂપમાં એકથી એક સફળ ફિલ્મો આપનારા દિગ્ગજ નિર્દેશક રાજકુમાર કોહલીએ ધર્મેન્દ્રથી લઈને જીતેન્દ્ર, હેમા માલિની, સની દેઓલ, અક્ષય કુમાર અને રાજ બબ્બર સઇત અનેક અભિનેતા સાથે કામ કર્યુ.  તેમના નિધનના સમાચાર સામે આવ્યા પછી ઈંડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે.  
હાર્ટ એટેક પડવાથી રાજકુમાર કોહલીનુ નિધન 
 
એક રિપોર્ટ્સ મુજબ રાજકુમાર કોહલીએ શુક્રવારે સવારે 8 વાગે હાર્ટ એટેક આવવાથી નિધન થઈ ગયુ. રિપોર્ટ્સ મુજબ દિગ્ગજ નિર્દેસન-નિર્માતાનો અંતિમ સંસ્કાર આજે સાંજે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકુમાર કોહલીનો જન્મ 14 સપ્ટેમ્બર 1930માં થયો હતો. 
 
તેમની પત્ની નિશી કોહલી હિન્દી અને પંજાબી સિનેમાની જાણીતી અભિનેત્રી રહી ચુકી છે. આ ઉપરાંત વર્ષ 1992માં તેમણે પોતાના પુત્ર અરમાન કોહલીને પણ ઈંટ્રોડ્યુસ કર્યો હતો.  રાજકુમાર કોહલીએ  વર્ષ 1992માં રજુ થયેલી ફિલ્મ મૂવી 'વિરોધી' દ્વારા પોતાના પુત્ર અરમાનને લોંચ કર્યો. આ ફિલ્મમા તેમના અપોઝિટ હર્ષા મેહરા મુખ્ય ભૂમિકામાં જોવા મળી.