ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 21 નવેમ્બર 2023 (13:23 IST)

Shubman Gill- સારા નહીં આ એક્ટ્રેસ પર ફિદા છે ગિલ

આ દિવસોમાં, ગોસિપમાં એવા સમાચાર છે કે ભારતીય ઓપનર શુભમન ગિલ અભિનેત્રી સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે. પણ હવે આ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે! હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન શુભમન ગીલે તેના ક્રશનો ખુલાસો કર્યો હતો.
 
જે અભિનેત્રીને શુભમન ગીલે પોતાનો ક્રશ ગણાવ્યો છે તે અન્ય કોઈ નહીં પણ રશ્મિકા મંદન્ના છે. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી સારા અલી ખાનનું નામ શુભમન ગિલ સાથે જોડાઈ રહ્યું છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં જ્યારે બંને એક જ હોટલમાં જોવા મળ્યા હતા ત્યારે તેમના અફેરની અફવાઓએ વધુ જોર પકડ્યું હતું. ઘણા પ્રસંગોએ સારા અલીનું નામ લઈને શુભમનને મજાકમાં ચીડવવામાં આવ્યો હતો.
 
હાલમાં જ એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન શુભમન ગિલને તેના ક્રશનું નામ પૂછવામાં આવ્યું હતું. આ સાંભળીને ક્રિકેટર જોર જોરથી હસી પડ્યો અને પ્રશ્ન ટાળવાનો પૂરો પ્રયાસ કર્યો. બાદમાં, ઘણી ખચકાટ સાથે, તેણે રશ્મિકા મંદન્નાનું નામ લીધું, જેને 'નેશનલ ક્રશ' કહેવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગિલે કહ્યું કે તેને રશ્મિકા પર ક્રશ છે.