બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (06:55 IST)

India vs Australia Highlights - ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને ધોઈ નાખ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી સિરીઝ જીતી

team india
team india
IND vs AUS: ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ મેચની એક દિવસીય સિરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ આ સિરીઝમાં પણ 2-0ની અજેય બઢત મેળવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 399 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. જો કે, વરસાદને કારણે લાંબા સમય સુધી રમત રોકી દેવામાં આવી હતી અને ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો પડકાર આપવામાં આવ્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 217 રનમાં સમેટાઈ ગઈ હતી.

 
ઓસ્ટ્રેલિયન ટીમ 217 રન પર જ પેવેલિયન ભેગી 
પિચ પરથી આ મેચમાં બોલરોને બહુ મદદ મળી ન હતી. પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયાના બોલરોએ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત બેટિંગ કરનારી ટીમને 217 રનમાં ઓલઆઉટ કરી નાખ્યું હતું. મેચની બીજી જ ઓવરમાં, પ્રસિદ્ધ કૃષ્ણાએ મેથ્યુ શોર્ટ (9)ને પાછો મોકલ્યો અને બીજા જ બોલ પર કેપ્ટન સ્ટીવ સ્મિથને ખાતું ખોલાવ્યા વિના પરત મોકલ્યો. આ પછી રવિચંદ્રન અશ્વિને માર્નસ લાબુશેન (27), ડેવિડ વોર્નર (53) અને જોસ ઈંગ્લિશ (6)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર લાવી દીધું હતું. ટીમ ઈન્ડિયા માટે રવિન્દ્ર જાડેજાએ પણ અશ્વિનની જેમ 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મોહમ્મદ શમીને પણ 1 વિકેટ મળી હતી.
 
બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન  
શુભમન ગિલ (104) અને શ્રેયસ અય્યર (105)ની સદીની ઇનિંગ્સના આધારે ટીમ ઇન્ડિયાએ આ મેચમાં શાનદાર શરૂઆત કરી. આ પછી કેએલ રાહુલે 52 રન અને ઈશાન કિશને 31 રન બનાવ્યા હતા. પરંતુ અંતે સૂર્યાએ માત્ર 37 બોલમાં 72 રનની અણનમ ઇનિંગ રમીને ટીમનો કુલ સ્કોર 399 સુધી પહોંચાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ટીમ ઈન્ડિયાનો આ સૌથી મોટો સ્કોર છે. જો એકંદરે જોવામાં આવે તો ઓસ્ટ્રેલિયા સામેનો આ ચોથો સર્વોચ્ચ સ્કોર છે.