રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By

Saroj Khan- સરોજ ખાન 2 હજારથી વધુ ગીતોને કર્યા હતા કોરિયોગ્રાફ

Saroj Khan- એક બાજુ જ્યા દુષ્કર્મ બળાત્કાર અને મહિલા અત્યાચારની વધતી ઘટનાઓથી આખા દેશમાં આક્રોશ વ્યાપી ગયો છે તો બીજી બાજુ આ પ્રકારની ઘટનાઓનુ સમર્થન કરનારાઓમાં રાજનેતાઓ પછી હવે ફિલ્મ ઈંડસ્ટ્રીના લોકો પણ સામેલ થવા માંડ્યા છે.  જેનુ ઉદાહરણ છે જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન. જેમણે સાંગલીના એક કાર્યક્રમમાં ફિલ્મ ઈંડસ્ટ્રી માટે બદનામ દાગ બની ચુકેલા કાસ્ટિંગ કાઉચનુ સમર્થન કર્યુ. 
 
શુ બોલ્યા સરોજ ખાન 
 
સોમવરે સાંગલીમાં ફ્યૂજન ડાંસ એકેડમી તરફથી આયોજીત એક દિવસીય ડાંસ પ્રશિક્ષણ શિબિર માટે આવેલ સરોજે કહ્યુ કે કાસ્ટિંગ કાઉચ ઈંડસ્ટ્રી માટે નવી વાત નથી. પણ આ તો બાબા આદમના જમાનાથી ચાલી આવ્યુ છે. જો કે ઈંડસ્ટ્રીમાં દુષ્કર્મ પછી છોકરીઓને છોડી નથી દેવાતી પણ તેમને કામ અને રોજી રોટી પણ આપવામાં આવે છે.. તેમના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ઘણો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.. લોકો પૂછી રહ્યા છે કે શુ આવા તર્ક વિતર્ક કરીને મોટી હસ્તીયો એ સાબિત કરવા માંગે છે કે દુષ્કર્મ યોગ્ય છે.. 
 
- સરોજ ખાન આટલેથી જ રોકાયા નહી.. પણ તેમણે એ પણ આરોપ લગાવ્યો કે સરકારી કાર્યલયોમાં પણ યુવતીઓ પર હાથ સાફ કરવામાં આવે છે. 
 
- સરોજ ખાનને એક ન્યૂઝ ચેનલના એક ગેસ્ટના રૂપમાં બોલાવી હતી. ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચના ઉપર જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો તો સરોજ ખાને આ વાત કરી. 
 
સોશિયલ મીડિયા પર સાધ્યુ નિશાન 
- સરોજ ખાન દ્વારા કાસ્ટિંગ કાઉચ પર કરવામાં આવેલ ટિપ્પણી પર લોકો સોશિયલ મીડિયા પર નારાજગી જાહેર કરી રહ્યા છે. 
- એક યૂઝરે લખ્યુ, 'અભણ લેડીનો જવાબ બીજો શુ હોય ?
- એક અન્ય યૂઝરે લખ્યુ, 'જ્યાથી આપણે સીખીએ છીએ જુઓ ત્યાના લોકોના વિચારો શુ છે. 
- એક અન્ય યૂઝરે લખ્યુ, 'કેટલાક લોકો રોજ નવા તર્ક આપી રહ્યા છે. રેપ શુ યોગ્ય છે ?
- બીજી બાજુ સરોજ ખાનના એક ફૈને લખ્યુ, "હુ તમારો ફૈન છુ. તમારે માટે મારા દિલમાં સન્માન છે. પણ આ નિવેદન શરમજનક છે. 
 
2 હજારથી વધુ ગીતોને કરી ચુકી છે કોરિયોગ્રાફ 
 
- 2000થી પણ વધુ ગીતોને કોરિયોગ્રાફ કરી ચુકેલ સરોજ ખાનનો જન્મ 22 નવેમ્બર 1948ના રોજ થયો હતો. 
- કિશનચંદ સદ્દૂ સિંહ અને નોની સદ્ધૂ સિંહના ઘરે જન્મેલી સરોજનુ અસલી નામ નિર્મલા કિશનચંદ્ર સંધુ સિંહ નાગપાલ ક હ્હે. 
- પાર્ટીશન પછી સરોજનો પરિવાર પાકિસ્તાનથી ભારત આવી ગયો હતો. માત્ર 3 વર્ષની વયમાં ચાઈલ્ડ આર્ટિસ્ટના રૂપમાં સરોજે પોતાના કેરિયરની શરૂઆત ફિલ્મ નજરાના દ્વારા કરી હતી. 
 
13 ની વયમાં કર્યુ લગ્ન 
 
- સરોજ ખાને 13 વર્ષની વયમાં ઈસ્લામ કબૂલ કરી 43 વર્ષના ડાંસ માસ્ટર બી સોહનલાલ સાથે લગ્ન કર્યા હતા. સરોજની વયથી લગભગ 30 વર્ષ મોટા સોહનલાલના આ બીજા લગ્ન હતા. તેઓ પહેલા ચાર બાળકોના પિતા હતા. 
- એક ઈંટરવ્યુમાં સરોજે જણાવ્યુ હતુ કે 13 વર્ષની વયમાં તે શાળા જતી હતી અને લગ્નનો મતલબ નહોતી જાણતી. એક દિવસ તેના ડાંસ માસ્ટર સોહનલાલે તેના ગળામાં કાળો દોરો બાંધી દીધો હતો. આવુ કરવા પર સરોજને લાગ્યુ કે તેમના લગ્ન થઈ ગયા.