શનિવાર, 4 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 19 નવેમ્બર 2023 (17:40 IST)

સુપરહિટ ફિલ્મ 'ધૂમ'ના ડાયરેક્ટરનું નિધન

sanjay gadhvi
social media


Sanjay Gadhvi- સુપરહિટ ફિલ્મ 'ધૂમ'ના ડાયરેક્ટરનું નિધન - ગુજરાતના રહેવાસી સંજય ગઢવી 57 વર્ષના હતા. તેમણે આજે સવારે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો
 
મળેલી માહિતી મુજબ આજે સવારે જયારે તે લોખંડવાલા બેકરોડમાં ફરવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તે પરસેવાથી તરબોળ થઈ ગયા હતા. 
 
સંજયે મેરે યાર કી શાદી હૈ, તેરે લિયે, કિડનેપ, અજબ ગજબ લવ અને ઓપરેશન પરિંદે જેવી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું. . તાજેતરમાં જ સંજય ગઢવીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. અહેવાલ છે કે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું.