ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 27 જુલાઈ 2021 (10:10 IST)

Raj Kundra Pornography Case: રાજ કુંદ્રા પર ગુજરાતના વેપારીએ લગાવ્યો ફ્રોડનો આરોપ

પોર્ન ફિલ્મોના કેસમાં ક્રાઈમ બ્રાંચએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરી છે. આજે કોર્ટમાં તેની ફેરીથી સુનવણી છે. એક બાજુ જ્યાં રાજ તેમની ધરપકડને અવૈધ બતાવીને હાઈકોર્ટમાં પડકાર આપવાની વાત બોલી છે તેમજ બીજી બાજુ બ્રાંચ અધિકારી આ કેસમાં વધારે થી વધારે જાણકારી એકત્ર કરવામાં લાગ્યા છે. તે સિલસિલામાં ગુજરાતના વેપારીએ બિજનેસમેન રાજ કુંદ્રા પર ત્રણ લાખની દગાખોરીનો આરોપ લગાવ્યો છે. 
 
પોલીસ અધિકારીએ કહ્યુ કે મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં એક હિરેન પરમાર નામના ગુજરાતી વેપારીએ રાજ કુંદ્રાની સામે ફરિયાદ દાખલ કરાવી છે. આટલુ જ નહી ઑનલાઈન દાખલ કરાવી આ ફરિયાદમાં વેપારીએ આરોપ લગાવ્યો છે કે રાજ કુંદ્રાની કંપની વિયન ઈંડસ્ટ્રીએ તેણે ઑનલાઈન ક્રિકેટ ગેમ ડૉટ ડિસ્ટ્રીબ્યુટર બનાવવાનો વાયદો કર્યુ હતું. તેણે ત્રણ લાખ રૂપિયા નિવેશ કર્યા હતા. કંપનીએ વાદો પૂર્ણ નહી કર્યુ.