ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 31 જુલાઈ 2023 (10:25 IST)

HBD મુમતાઝ - બરફમાં 8 દિવસ સુધી મુમતાઝને પોતાના ખભા પર ઉઠાવીને ચાલ્યા હતા Rajesh Khanna, પછી આવી થઈ હતી કાકાની હાલત

HBD mumtaz
HBD મુમતાઝ - બોલીવુડના પહેલા સુપરસ્ટાર કહેવાતા અભિનેતા રાજેશ ખન્ના (Rajesh Khanna) આજે ભલે આ દુનિયામાં નથી પણ તેમનો સ્ટારડમ આજ સુધી કાયમ છે. પોતાના અભિયન અને પોતાની પર્સનાલિટીથી દરેકને પોતાના દીવાના બનાવનરા રાજેશ ખન્નાએ પોતાના કેરિયરમાં અનેક હિટ ફિલ્મો અઅપી છે. તેમણે 1969થી 1971 ના સમયમાં સતત 15 જુદી જુદી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો, અને ક્યારેય ન તૂટનારો રેકોર્ડ બનાવો. ફેંસ તેમને પ્રેમથી કાકા પણ કહેતા હતા, રાજેશ ખન્ના સાથે જોડાયેલ અનેક કિસ્સા છે જેને અનેકવાર યાદ કરવામાં આવે છે. 
 
આજે પણ લોકો તેમની ફિલ્મો, તેમના પાત્રો અને તેમના કિસ્સાઓને લઈને 'કાકા' ને યાદ કરે છે. આવો જ એક કિસ્સો છે જ્યારે રાજેશ ખન્ના ખૂબસૂરત અને જાણીતી અભિનેત્રી મુમતાઝ(Mumtaz)ને પોતાના ખભા પર લઈને બરફમાં ચાલ્યા હતા. ખરેખર તમને આ સાંભળીને આશ્ચર્ય થયું હશે પરંતુ આ સાચું છે.
 
ઉલ્લેખનીય છે કે રાજેશ ખન્ના અને મુમતાઝની જોડીને હિન્દી સિનેમાની સૌથી આઈકોનિક જોડી માનવામાં આવે છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.  'પ્રેમ બંધન', 'અપના દેશ', 'સચ્ચા ઝૂઠા', 'દો રાસ્તે' અને 'આપ કી કસમ' જેવી ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે અને લોકોએ તેમને એકસાથે પસંદ પણ કર્યા છે.
 
એક મુલાકાતમાં મુમતાઝે પોતે આ વિશે જણાવ્યું હતું કે રાજેશ ખન્નાએ તેને આઠ દિવસ સુધી બરફમાં પોતાના ખભા પર ઉઠાવી હતી  અને તેના શરીર પર લાલ નિશાન પડી ગયા હતા. તેમણે કહ્યું હતું કે "જ્યારે અમે મનમોહન દેસાઈની ફિલ્મ 'રોટી'ના ક્લાઈમેક્સનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમણે મને ખભા પર લઈને બરફમાં ચાલવાનું હતું. દરરોજ સવારે અમે તેના માટે પ્રેક્ટિસ અને શૂટિંગ કરતા. અમે સળંગ આઠ દિવસ પ્રેકટિસ કરી અને તેમને મને આઠ દિવસ સુધી પોતાના ખભા પર લઈને ચાલવુ પડ્યુ. 
 
મુમતાઝે આગળ જણાવ્યું હતું કે સતત આઠ દિવસ સુધી આમ કરવાથી રાજેશ ખન્નાના ખભા પર લાલ નિશાન બની ગયા હતા અને તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે જુલાઈ 2012 માં રાજેશ ખન્નાનું બીમારીને કારણે નિધન થયું હતું.

Edited By- Monica sahu