બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (22:32 IST)

રજનીકાંતની તબિયત બગડી, ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં થયા દાખલ, ફેન્સ થઈ રહ્યા છે પરેશાન

સુપરસ્ટાર રજનીકાંત(Rajinikanth)ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રજનીકાંત  હેલ્થ ચેકઅપ માટે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને તેમને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર સામે આવતા જ ફેંસ પરેશાન થવા લાગ્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.
 
હેલ્થ ચેકઅપ માટે ગયા હતા રજનીકાંત

 
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ અનુસાર, રજનીકાંત ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપ માટે ગયા હતા, ત્યારબાદ તેમને દાખલ કરવામાં આવ્યા છે. તેમને કોઈ ટેસ્ટ માટે દાખલ કરવામાં આવ્યા છે કે રજનીકાંતની તબિયત બગડી છે કે  તે અંગે કોઈ નક્કર માહિતી મળી નથી.
 
ફેંસ કરી રહ્યા છે પોસ્ટ 
 
જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી રજનીકાંતના ફેન્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. ફેન્સ અભિનેતાના સ્વાસ્થ્ય વિશે વહેલી તકે જાણવા માંગે છે. ફેન્સ સોશિયલ મીડિયા પર રજનીકાંતની તબિયત વિશે પોસ્ટ કરી રહ્યા છે.

 
દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા રજનીકાંત
 
ઉલ્લેખનીય છે કે સોમવારે જ રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ  યાદ અપાવીએ કે અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં, બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે, તેમને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, બે દિવસમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.