સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 29 ડિસેમ્બર 2020 (12:42 IST)

રજનીકાંત નહી બનાવે કોઈ પાર્ટી, રાજનીતિમાં આવ્યા વગર જ કરશે જનસેવા

Rajinikanth
તમિલનાડુની રાજનીતિમાં પગ મુકવાની વાત કરીને હલચલ મચાવનારા મેગાસ્ટાર રજનીકાંતે મંગળવારે જાહેરાત કરી છે કે તેઓ પોતાની રાજનૈતિક પાર્ટીનુ એલાન નહી કરે.  આ પહેલા તેમને જાહેરાત કરી હતી કે તો 31 ડિસેમ્બરના રોજ પોતાની રાજનીતિક પાર્ટીની જાહેરાત કરશે. 
 
રજનીકાંતે સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપતા મંગળવારે જાહેરાત કરી કે તેઓ ચૂંટણીલક્ષી રાજનીતિમાં સામેલ નહી થય. તેમણે કહ્ન્યુ કે તેઓ રાજનીતિમાં જોડાયા વગર જ જનસેવા કરશે.  તેમણે એક નિવેદન રજુ કરી કહ્યુ કે હુ ખૂબ દુ:ખ સાથે કહી રહ્યો છુ કે હુ રાજનીતિમાં જોડાય શકતો નથી. મને ખબર છે કે આ જાહેરાત કરીને હુ કેટલા લોકોને દુ:ખી કરી રહ્યો છુ. મારા આ નિર્ણયથી મારા ફેંસ અને લોકોને નિરાશા થશે, પણ કૃપા કરીને મને માફ કરી દો. 
 
ઉલ્લેખનીય છે કે હાલ થોડા અઠવાડિયા પહેલા જ હાઈ બ્લડ પ્રેશરને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.