“મેડ ઇન ચાઇના”ના સ્ટારકાસ્ટે લીધી અમદાવાદની મુલાકાત

made in china
અમદાવાદ:| Last Modified શનિવાર, 5 ઑક્ટોબર 2019 (13:02 IST)
ભારતની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મુવી થિયેટર સર્કિટે ‘મેઇડ ઇન ચાઇના’ના સ્ટારકાસ્ટ સાથ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. અભિનેતાઓ રાજકુમાર રાવ અને મૌની રોયે ચાહકો અને મીડિયા સાથે વાતચીત કરતા વન મોલ ખાતે સિનેપોલીસમાં આગામી ફિલ્મના લોન્ચનું પ્રમોશન કર્યું હતું.

આ પ્રસંગે ટિપ્પણી કરતા સિનેપોલીસ ઇન્ડિયાના ડેપ્યુટી સીઇઓ દેવાંગ સંપતે જણાવ્યું હતું કે “અમને સિનેપોલીસ વન મોલ ખાતે ‘મેઇડ ઇન ચાઇના’ના સ્ટાર્સને આનંત્રવાનું સદનસીબ પ્રાપ્ત થયું છે. જે મલ્ટીપ્લેક્સીસના અનુભવને વધુ સાંકળતુ અને ઇન્ટરેક્ટીવ પરિબળ બન્યું છે તેવા સિનેમામાં મુવી કાસ્ટ મળ્યા છે, જ્યાં ઉત્સાહી મુવી ચાહકોને સિલ્વર સ્ક્રીનથી પર ફિલ્મની આજુબાજુની વાસ્તવિકતાનો અનુભવ કરવા માટેની તક પ્રાપ્ત થાય છે. અમે ફિલ્મને સારો પ્રતિભાવ મળે તેવી આશા સેવીએ છીએ અને સમગ્ર સ્ટાર કાર્ટને શુભેચ્છા પાઠવીએ છીએ.”
made in china
‘મેઇડ ઇન ચાઇના’માં મધ્યમ વયના ગુજરાતી બિઝનેસમેન (રાજકુમાર રાવ)ની વાર્તાને વણી લેવામાં આવી છે જે પોતાની નિષ્ફળતાઓથી નાસીપાસ હોય છે અને ઉજળા સંજોગોની આશાએ ચાઇના જાય છે. ત્યાં તે અસાધારણ અને ચમત્કારી મુસાફરી કરે છે અને કંઇક વધુ સારુ શોધી કાઢે છે- જે સાચી દિશામાં જવાની બીજી તક હોય છે. આ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ રિલીઝ થનાર છે.

સિનેપોલીસ સમકાલીન દ્રષ્ટિકોણ પૂરો પાડે છે જે દરેક મુવી પેટ્રન્સને એક જ છત હેઠળ અતુલનીય અનુભવ પૂરો પાડે છે તેવા વિશ્વના ગમતા હોય તેવા ફોરમેટની અતરાયવિહીન ઢબ પૂરી પાડે છે. આ બ્રાન્ડ ‘ક્લબ સિનેપોલીસ પ્રોગ્રામ’ દ્વારા સતત ગ્રાહક સામેલગીરીને પણ ઓફર કરે છે જે દર્શકોને મુવી ટિકીટ્સ અને એફએન્ડબી પર પોઇન્ટ્સ ખર્ચવાની અને કમાવાની તક આપે છે અને સ્પેશિયલ સ્ક્રીનીંગ, સ્ટાર્સની મુલાકાત અને તેનાથી વધુ વિશિષ્ટ લાભો ધરાવે છે.
made in china
ઇન-થિયેટર અનુભવને વધુ ઉપર લઇ જવાના પ્રયત્નમાં સિનેપોલીસની સૌપ્રથમ એફએન્ડબી બ્રાન્ડ કોફી ટ્રી સ્વાદિષ્ટ ફૂડ અને બેવરેજીસનું ઉચ્ચ ગુણવત્તાવાળુ મેનૂ ઓફર કરે છે જે અસંખ્ય પ્રકારના ઇટાલીનયથી લઇને મેક્સિકન સુધીના કઝીન ઓફર કરે છે. સિનેપોલીસ સમકાલીન દ્રષ્ટિકોણ પૂરો પાડે છે જે દરેક મુવી પેટ્રન્સને એક જ છત હેઠળ અતુલનીય અનુભવ પૂરો પાડે છે તેવા વિશ્વના ગમતા હોય તેવા ફોરમેટની અતરાયવિહીન ઢબ પૂરી પાડે છે.


આ પણ વાંચો :