ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 15 એપ્રિલ 2022 (07:47 IST)

Ranbir Kapoor Alia Bhatt Wedding Photo: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના વેડિંગ ફોટો વાયરલ, KISS કરતા કપલે જાહેર કર્યો પ્રેમ

aliya ranbeer
Ranbir Kapoor Alia Bhatt Wedding First look: બોલિવૂડની સુંદર અને ટેલેંટેડ  અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) હવે રણબીર કપૂર(Ranbir Kapoor) ની પત્ની થઈ ગઈ છે. થોડા સમય પહેલા, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પરિવાર અને મિત્રોની હાજરીમાં એકબીજાને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા હતા. રણબીર કપૂર અને આલિયાની એક ઝલક માટે ફેન્સ આતુર હતા અને  તેમની આ ઈચ્છા પણ પૂરી થઈ છે.
 
આલિયાએ લગ્નની તસવીરો શેર કરી છે
આલિયા ભટ્ટે આખરે ચાહકોની ઈચ્છા પૂરી કરી છે. આલિયાએ સોશિયલ મીડિયા પર તેના અને રણબીરના લગ્નની તસવીરો શેર કરી છે. આ ફોટોઝમાં કપલ વચ્ચેની કેમેસ્ટ્રી ફેન્સનું દિલ જીતી રહી છે. આલિયાએ ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે અને રણબીર ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. કેટલીક તસવીરમાં આલિયા-રણબીર હસતા જોવા મળે છે, જ્યારે અન્ય તસવીરમાં આલિયા-રણબીર કિસ કરતા જોવા મળે છે. આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
કપલે રિલેશનશિપને લઈને બોલવાનુ હંમેશા ટાળ્યુ 
તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. જ્યારે પહેલા બંને આ વિશે વાત કરતા શરમાતા હતા, બાદમાં આલિયા ભટ્ટે રણબીર માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને સંબંધો પર ધીમે ધીમે વાત કરવાનું શરૂ કર્યું. જોકે રણબીર છેલ્લી ઘડી સુધી સંબંધોના પ્રશ્નોને ટાળતો હતો. બ્રહ્માસ્ત્રની ઇવેન્ટમાં પણ રણબીરે આ સવાલોને નજરઅંદાજ કર્યા હતા જ્યારે આલિયા ભટ્ટ હળવા સંકેત આપતી જોવા મળી હતી.
લો પ્રોફાઇલ લગ્ન
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન એકદમ લો પ્રોફાઇલ રાખવામાં આવ્યા છે. બંનેના પરિવારજનોએ અંત સુધી આ અંગે ખુલીને વાત કરી ન હતી અને આ સમાચારોને અફવા ગણાવતા રહ્યા હતા. જોકે, બીજા દિવસે રણબીર કપૂરની માતા અને અભિનેત્રી નીતુ કપૂરે સાર્વજનિક જાહેરાત કરી હતી કે રણબીર-આલિયાના લગ્ન 14 એપ્રિલે છે. સાથે જ નીતુની સાથે, રિદ્ધિમા કપૂરે પણ આલિયાના વખાણ કર્યા અને તેને ડોલ જેવી ક્યૂટ કહી.