શનિવાર, 14 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 25 નવેમ્બર 2023 (17:28 IST)

Randeep Hooda-Lin Wedding: આ દિવસે લગ્ન કરશે રણદીપ-લિન, લગ્નની જાન મણિપુર જશે અને મુંબઈમાં યોજાશે રિસેપ્શન

Randeep Hooda-Lin Wedding -  અભિનેતા રણદીપ હુડ્ડા નવા જીવનની શરૂઆત કરવા જઈ રહયા છે. તે ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે લગ્ન કરી રહયા છે. લગ્નની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. આ વાતની જાહેરાત ખુદ અભિનેતાએ સોશિયલ મીડિયા પર કરી છે. ઉલ્લેખનિય છે કે અભિનેતા આ મહિને ઘોડી પર સવાર થવા જઈ રહયા છે. લીન અને રણદીપના શુભ લગ્ન 29 નવેમ્બર 2023ના રોજ થશે.   તેમના લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આજે અભિનેતાએ પોતે લગ્નની તારીખની ચોખવટ કરી છે.
 
રણદીપ હુડ્ડાએ પોતાના ઓફિશિયલ  એકાઉન્ટ પરથી એક પોસ્ટર શેર કરી છે. જેમાં તેમણે લગ્નની તારીખ, સ્થળ અને રિસેપ્શન વગેરે વિશે માહિતી આપી છે. આ સાથે કેપ્શન છે, 'અમારી પાસે એક સારા સમાચાર છે.' શેર કરેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, 'જેમ અર્જુને 'મહાભારત'માં મણિપુરની યોદ્ધા રાજકુમારી ચિત્રાંગદા સાથે લગ્ન કર્યા હતા તે જ રીતે અમે પણ અમારા પરિવાર અને મિત્રોના આશીર્વાદ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છીએ.

 
અભિનેતાએ આગળ લખ્યું, 'તમારા બધા સાથે આ સારા સમાચાર શેર કરતા ઘણો આનંદ થાય છે કે અમે 29મી નવેમ્બર 2023ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છીએ.' તમને જણાવી દઈએ કે અભિનેતાના લગ્ન મણિપુરમાં થશે. તેણે પોસ્ટમાં આ માહિતી પણ આપી છે. તેણે લખ્યું છે કે, 'અમારા લગ્ન મણિપુરના ઈમ્ફાલમાં થશે. આ પછી મુંબઈમાં રિસેપ્શન થશે.