શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 20 નવેમ્બર 2018 (15:00 IST)

રિસેપ્શન માટે બેંગલુરૂ રવાના થયા રણવીર-દીપિકા, હાથમાં ચુડલો પહેરેલી નવી નવેલી દિપિકાની સુંદર તસ્વીર..

રણવીર સિંહ અને દીપિકા પાદુકોન આજે બેંગલુરૂ માટે રવાના થઈ ગયા છે. ઈટલીમાં લગ્ન પછી તેઓ બંને આવતીકાલે મતલબ 21 નવેમ્બરના રોજ બેંગલુરૂમાં એક ગ્રેંડ રિસેપ્શન આપવાના છે. રિસેપ્શનની તૈયારી પહેલાથી જ શરૂ થઈ ચુકી છે અને દીપિકા રણવીર પણ બેંગલુરૂ માટે રવાના થઈ ગયા છે. 
દીપિકા સાઉથ ઈંડિયન છે એ જ કારણે તેના અનેક સંબંધીઓ અને ઓળખીતા લોકો બેંગલુરૂમાં રહે છે. તેથી એક ખાસ રિસેપ્શન બેંગલુરૂમાં આપવામાં આવશે. ત્યારબાદ મુંબઈમાં 28 નવેમ્બરના રોજ શાનદાર રિસેપ્શન છે. જેમા બોલીવુડના અનેક જાણીતા ચેહરા આવે એવી આશા છે. 
બેંગલુરૂ રવાના થતા પહેલા રણવીર-દીપિકાએ મીડિયા સામે પોઝ પણ આપ્યાઅ. આ દરમિયાન જ્યા રણવીર સિંહ સફેદ રંગના કૂર્તા પાયજામાંમા જેકેટ પહેરેલ જોવા મળ્યા તો બીજી બાજુ દીપિકા ઓફ વ્હાઈટ અનારકલી સૂટમાં જોવા મળી. આ દરમિયાન દીપિકાએ હાથમાં ચૂડો અને મંગળસૂત્ર પહેર્યુ હતુ. 
લગ્ન પછી જ્યારે દીપિકા પાદુકોણ પહેલી વાર સાસરિયે પહોંચી તો લાલ રંગની બનારસી દુપટ્ટા સાથે સેંથામાં સિંદૂર સાથે જોવા મળી હતેી હવે દીપિકા પાદુકોણની એક વધુ તસ્વીર સામે આવી છે.  જેમા તે મંગળસૂત્ર પહેરે જોવા મળી રહી છે. લગ્ન પહેલા કેટલીક રિપોર્ટ્સ હતી કે દીપિકાનુ મંગળસૂત્ર ખૂબ જ ખાસ છે. દીપિકાનુ મંગળસૂત્ર કોઈપણ કટ વગર એક જ ડાયમંડથી બનેલુ છે.