બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :નવી દિલ્હી , મંગળવાર, 26 મે 2020 (21:39 IST)

Riteish Deshmukh TikTok Video: ઈમોશનલ કરી દેશે અભિનેતાનો આ વીડિયો, હેંગર પર લટકાવેલા કુર્તાથી આ રીતે પિતાને કર્યા યાદ

બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખ TikTok પર આ દિવસોમાં ખૂબ જ સક્રિય છે અને તેમના વીડિયો શેર કરતા રહે છે. રિતેશ ક્યારેક ફની એડિટેડ વિડિઓ અને ક્યારેક ફની ડાયલોગ વીડિયો શેર કરે છે. વર્તમાન દિવસોમાં રિતેશ દેશમુખ ટિકટોક વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. આ દરમિયાન રિતેશ દેશમુખે એક ઈમોશનલ વીડિયો પણ બનાવ્યો છે અને આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે તે તેમના પિતા વિલાસરાવ દેશમુખને મિસ  કરી રહ્યા  છે.
 
આજે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રીતેશ દેશમુખના પિતા વિલાસરાવ દેશમુખનો જન્મદિવસ છે. આવીમાં રિતેશે આ વીડિયો બનાવીને તેમને યાદ કર્યા છે. આ વીડિયોમાં, રિતેશે હેંગર પર લટકેલા કુર્તા-જેકેટ પાસે ગયા અને તેમાં હાથ મૂકીને વીડિયોને શૂટ કરે છે જાણે કે કોઈ તેમને પ્રેમ કરી રહ્ય છે. આ વીડિયો દ્વારા રિતેશે તેના પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
 
બીજી બાજુ વિડિઓ શેર કરતા રિતેશ દેશમુખે લખ્યું છે - 'હેપ્પી બર્થડે પાપા, મિસ યુ એવરીડે. #VilasraoDeshmukh75. આ વીડિયોના અંતમાં તેમના પિતાનો ફોટો આવે છે અને એક ફોટોમાં વિલાસરાવ દેશમુખ અને રીતેશ દેશમુખનો બૈક ફોટો દેખાય રહ્યો છે. આ વિડિઓને શેર કરવાના થોડીક જ  મિનિટોમાં જ હજારો લોકોએ આ વિડિઓ જોયો  છે અને વિલાસરાવ દેશમુખને યાદ કરતા  શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
આ વિડિઓ ખૂબ જ  ઈમોશનલ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આવો જ એક  વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક બાળક પોલીસ યુનિફોર્મ સાથે આવું જ કરતો હતો. આ વિડિઓને ખૂબ શેર કરવામાં આવ્યો હતો કહેવામાં આવ્યું હતું કે  તેના અને તેના પિતા વચ્ચે ખૂબ સારો બોન્ડિંગ બતાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે  રિતેશ દેશમુખના પિતા દિગ્ગજ  નેતા હતા અને તેમના ભાઇ હજી રાજકારણમાં છે.