1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Nurse tiktok videoes

પ્રાંતિજની નર્સનો ટિકટોક વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ કરવામાં આવી

Nurse tiktok videoes
પોલીસ બેડામાં ટિકટોકનો ફીવર ચઢ્યો હતો ત્યારે હવે નર્સનો ટિકટોક વીડિયો વાયરલ થતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પ્રાંતિજનાં મોયદ પીએચસીના સબસેન્ટર સલાલમાં કોમ્યુનીટી હેલ્થ સબસેન્ટર સલાલામાં કોમ્યુનિટી હેલ્થ ઓફીસર નર્સ જૂહી શર્મા ચાલુ ફરજ દરમિયાન ટિકટોકનાં વીડિયો બનાવતી હતી. પીએચસીના માધ્યમથી જિલ્લા આરોગ્ય અધિકારીને વીડીયો બાબતે જાણ કરવામાં આવ્યા બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ વીડિયોની ચકાસણી બાદ મંગળવારે શિસ્તનુ પાલન ધોરણ ન જાળવવાને મામલે ફરજ મોકૂફ કરીને તપાસ કમિટી બનાવવાનો આદેશ કર્યો હતો. આ નર્સે ચૌદ ભૂવનમાં રહેતી, ઉડણમાં આભ લેતી છોરુડાને ખમ્મા કહેતી માં મોગલ માડીના ગરબાની તર્જ પર ગરબા ગવડાવવા સહિત જોક્સ વગેરેના વીડીયો ઉતારી ટીકટોક પર વાયરલ કરવાનો શોખ ભારે પડ્યો છે. સમગ્ર પ્રકરણની તપાસ કરવા વહીવટી અધિકારી કેડી નિનામા અને ડીસ્ટ્રીક્ટ પબ્લીક હેલ્થ નર્સ સોનલબેન પરમારની તપાસ કમીટી બનાવવામાં આવી છે. જિલ્લા કક્ષાનાં અધિકારીઓની તપાસ ટીમ બનાવીને 15 દિવસમાં તપાસ કરવાનાં આદેશ કર્યો છે. આ તપાસમાં જો અન્ય કોઇની પણ મદદ હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવનાનો આદેશ કર્યો છે.
ये भी पढ़ें
મેદસ્વીપણું ધરાવતા પોલીસ કર્મચારીઓ માટે ફીટનેસ કેમ્પનું આયોજન કરાશે