શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ઑગસ્ટ 2019 (11:41 IST)

પતિએ પત્નીના અશ્લિલ ફોટો અને ધમકી ભર્યા મેસેજથી સાસરીયાઓને હચમચાવી નાંખ્યા

અમદાવાદના સોલા વિસ્તારમાં સાસરિયાઓને પતિએ જ પત્નીના અશ્લીલ ફોટો અને ધમકીભર્યા મેસેજ  કરી બદનામી ભર્યું કામ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની પત્ની પિયરમાં રહેતી હતી. આ ઘટના બનતા જ સાળાએ બનેવી સામે સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચાંદલોડિયામાં રહેતા અને ડેન્ટીસ્ટ તરીકે ફરજ બજાવતા યુવકે સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ડોક્ટર યુવકની બહેનના વર્ષ 2018માં ગાંધીનગરના યુવક સાથે લગ્ન થયા હતા. 
લગ્ન બાદ બંને વચ્ચે મનમેળ ન રહેતા અને આ યુવકનું અન્ય સ્ત્રી સાથે લફડું સામે આવતા ડોક્ટરની બહેન પિયરમાં આવી ગઇ હતી. આ બાબતને લઇને ગાંધીનગર મહિલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ગઇકાલે સવારે ડોક્ટર યુવકે મોબાઇલ ફોન ચેક કરતા તેમના બનેવીના મેસેજ વોટ્સએપ પર આવ્યા હતા. જેમાં સાતથી આઠ અશ્લીલ ફોટો તેમની બહેનના હતા અને એવું લખ્યું હતું કે તારી બહેનના ધંધા આખું ગામ જોશે એક્ઝામ્પલ જોઇ લે તમે હોશિયાર છો ને હવે જોઇ લો મને હું નહિ આખી દુનિયા જોશે. 
આ ધમકીભર્યા મેસેજ ડોક્યર યુવકના પિતાના ફોનમાં પણ આવ્યા હતા. આ બાબતને લઇને ડોક્ટર યુવક શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ગયા અને ત્યાં અરજી આપતા સોલા પોલીસે બોલાવી ફરિયાદ નોંધી હતી.બનેવીના નામની હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ ચાલતી હોવાથી ડોક્ટર યુવક મુદતે ગયા હતા. ત્યાં ડોક્ટર યુવકના બનેવી જે પ્રેમિકા સાથે ભાગ્યા હતા તે પ્રેમિકાના ભાઇ મળ્યા હતા અને તેમને પણ આ મેસેજ મળ્યો હોવાનું જણાવ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસને વોટ્સએપના મેસેજોના પુરાવા આપતા સોલા પોલીસે આરોપી સામે તપાસ હાથ ધરી છે.