સલમાન ખાને ભાણાના હાથે કેક કપાવીને આ રીતે ઉજવ્યો જનમદિવસ.. જુઓ ફોટા

salman khan
નવીદિલ્હી.| Last Modified શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (13:15 IST)

બોલીવુડના દબંગ એટલે સલમાન ખાનનો આજે 54મો જનમદિવસ છે.
ભાઈજાનનો જનમદિવસ હોય અને તેમના ફેંસ તેમને શુભેચ્છા ન આપે એવુ તો બની જ શકતુ નથી. સલમાન ખાનનો જનમ દિવસ ટ્વિટર પર ખૂબ ટ્રેંડ કરી રહ્યો છે. સાથે જ ફેંસ તેમને જનમદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. સલમાન ખાનના જનમદિવસ પર અનેક બોલીવુડ કલાકારોએ શુભેચ્છા પાઠવી છે. ભાઈજાને પોતાનો આ ખાસ દિવસ પરિવાર અને બોલીવુડ કલાકારો સાથે મળીને ખાસ અંદાજમાં ઉજવ્યો. સલમાન ખાનના બર્થડે સેલિબ્રેશન સાથે જોડાયેલા ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેમા તે પોતાના ભાણેજ આહિલ સાથે કેક કાપતા જોવા મળી રહ્યા છે.

સલમાન ખાને (Salman Khan) પોતાના જનમદિવસ પર ભાણા આહિલને ખોળામાં લઈને કેક કાપ્યો. આ ખાસ અવસર પર તેમના પિતા સલીમ ખાન અને મમ્મી પણ તેમની સાથે કેક કાપતી જોવા મળી.
વીડિયોમાં સલમાન ખાનના બર્થડે અપ્ર હાજર લોકો ખૂબ ખુશ લાગી રહ્યા છે. સલમાન ખાનના જનમદિવસ પર વરુણ ધવને તેમને શુભેચ્છા આપતા લખ્યુ, "અહી હુ મારા દેશના સૌથી કુલ જવાન અને ટેલેંટેડ માણસને એટલે કે સલમાન ખાનને જનમદિવસની શુભેચ્છા આપી રહ્યો છુ. તો બીજી બાજુ નિર્માતા અનીસ વાજમીએ ભાઈજાનના જનમદિવસ પર શુભેચ્છા આપતા લખ્યુ, જીવનમાં ત્રણ વસ્તુઓને ક્યારે અંડરએસ્ટિમેટ ન કરવી જોઈએ. સલમાન, સલ્લુ અને ભાઈઆ પણ વાંચો :