શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 31 માર્ચ 2018 (17:00 IST)

સલમાન ખાને કરી લીધુ દબંગ 3 નું BOOKING, આ દિવસે થશે રિલીઝ

સલમાન ખાન ટાઈગર જિંદા હૈ ની સફળતા પછી વર્તમાન દિવસોમાં રેસ 3 ના શૂટિંગમાં ખૂબ વ્યસ્ત છે. ત્યારબાદ સમાચાર છે કે સલમાને પોતાના દબંગ 3માં પોતાના જૂના અંદાજમાં જોવા મળશે.  આ ફિલ્મ આ વર્ષે 7 ડિસેમ્બરના રોજ રજુ થઈ શકે છે. 
 
ડીએનએ પર છાપેલા સમાચાર મુજબ સલમાન અને ફિલ્મ રેસ 3ની ટીમ 4 એપ્રિલ સુધી મુંબઈ પરત ફરશે. જ્યારબાદ પ્રભુદેવા દબંગ 3ની સ્ક્રિપ્ટને લઈને સલમાન સાથે મીટિંગ કરશે અને તેમને ફિલ્મની સ્ક્રીપ્ટથી રૂબરુ કરાવશે. 
 
ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યુ કે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચીને જેવા સલમાન ખાને હા કહ્યુ તો અમે તરત જ શૂટિંગ શરૂ કરી દઈશુ.  બની શકે છે કે તેઓ એક મહિનાની અંદર જ ફિલ્મનુ શૂટિંગ શરૂ કરી દે. 
 
તાજેતરમં જ જ્યારે અરબાજ ખાને દબંગ 3ની રીલીઝ ડેટને લઈને કહ્યુ કે જ્યારે હુ શ્યોર થઈ જઈશ કે ક્યારથી વસ્તુઓ શરૂ થશે હુ ત્યારે જ કશુ કહીશ. હાલ હુ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છુ. એપ્રિલના અંત સુધી મારી પાસે દરેક સવાલનો જવાબ હશે. 
 
ઉલ્લેખનીય છે કે રેસ 3 નુ શૂટિંગ પહેલાથી જ અબૂ ધાબીમાં શરૂ થઈ ચુક્યુ છે. આ ફિલ્મને વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ માનવામાં આવી રહી  છે.  રેસ 3 ને સલમાન ખાન ફિલ્મસ અને રમેશ તૌરાની ટિપ્સ ફિલ્મ્સ પ્રોડ્યૂસ કરી રહી છે. જ્યારે કે તેનુ ડાયરેક્શન રેમો ડિસૂઝા કરી રહ્યા છે.  આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રજુ થશે.