સંબંધિત સમાચાર
- સંજુ સેમસન કે ઈશાન કિશન? પાંચમી T20 મેચમાં કોને મળશે રમવાની તક, કોચે આપ્યો આવો જવાબ
- Monthly Horoschope February 2026 - ફેબ્રુઆરી 2026 માં આ 3 રાશિઓ પર વરસશે સૌભાગ્ય
- 31 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશી પર શનિદેવની રહેશે કૃપા, શનિ ચાલીસાનો કરો પાઠ
- Career in Diploma in Nursing Care Assistant- ડિપ્લોમા ઇન નર્સિંગ કેર આસિસ્ટન્ટમાં કારકિર્દી બનાવો
- Budget 2026: વરિષ્ઠ નાગરિકો માટે શું ભેટ હશે? ટ્રેન ટિકિટ પર પણ ડિસ્કાઉન્ટ મળી શકે છે.
સલમાન ખાન બન્યા સુરતનાં મેહમાન, એક ઝલક માટે ફેન્સની પડાપડી
salman khan
સલમાન ખાન આજે સુરતનો મહેમાન બન્યો છે. સુરત એરપોર્ટ પરથી બહાર આવતા સલમાન ખાન ફેન્સ તેની એક ઝલક માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. સુરત એરપોર્ટ પર આવવાના હોવાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ફેન્સ ત્યાં પહોંચી ગયા હતા. ભીડ એટલી પ્રચંડ હતી કે, સુરક્ષાકર્મીઓએ સલમાનને સુરક્ષિત રીતે ગાડી સુધી પહોંચાડવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ દરમિયાન ફેન્સમાં ધક્કામુક્કી થતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સલમાન ખાન ISPL (ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ) સાથે જોડાયેલા હોવાથી સુરતમાં આ લીગને લઇને ઉત્સાહ બમણો થઈ ગયો છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આયોજિત મેચોમાં સલમાનની હાજરીથી સ્ટેડિયમ હાઉસફૂલ રહેવાની શક્યતા છે.
સલમાન ખાને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના મેદાનમાં ફરીને પ્રશંસકોના દિલ જીત્યા હતા. પોતાની સાઈનવાળા બોલ પ્રેક્ષકોમાં નાખ્યા હતા. 15 મિનિટ મેદાનમાં રાઉન્ડ માર્યો હતો.
Megastar #SalmanKhan arrives in Surat for ISPL... & just look at the crowd.
— (@KaushalNag0007) January 30, 2026
Feel the fanbase. At the airport, fans and neutrals alike, all eyes on him.
All it takes is one solid film...& everyone's waiting. This time, #BattleOfGalwan will be that film pic.twitter.com/I6L4Cj8zCW
સલમાન ખાનને અગાઉ અનેક વખત ધમકીઓ મળી ચુકી છે જેને લઇને તેની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો. સલમાન ખાનની પોતાની સિક્યોરીટીની સાથે સ્થાનિક પોલીસ અને બાઉન્સરોની આખી ફોજ ઉતારવામાં આવી છે.
Salman Khan & Mohammed Kaif in Surat #ISPL pic.twitter.com/bLO3dsIk0u
— Sallu Bhai Fan (@SalluBhaiFan143) January 30, 2026