શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 3 મે 2023 (11:18 IST)

Salman Khan એ સોશિયલ મીડિયા પર જે મહિલાને આપી શ્રદ્ધાંજલિ શુ તે સલમાનની કેયર ટેકર હતી ?

Salman Khan : બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાન હાલ પોતાના જીવન પર મંડરાય રહેલા ખતરા અને પોતાની ફિલ્મ કિસે કા ભાઈ કિસી કી જાન ને લઈને ચર્ચામાં છે. પરંતુ તાજેતરમાં જ અભિનેતાએ સોશિયલ મીડિયા પર કંઈક એવુ શેયર કર્યુ છે જેનાથી તેઓ ચર્ચામાં આવી ગયા છે.  ઉલ્લેખનીય છે કે સલમાન ખાને એક મહિલાના નિધન બાદ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે, પરંતુ લોકો આ સમજી શક્યા નથી કે આ મહિલા કોણ છે અને ભાઈજાનનુ તેની સાથે શુ રિલેશન છે.  સલમાન ખાનની આ પોસ્ટ જોઈને ફેંસના મનમાં સવાલોનુ ઘોડાપુર આવ્યુ છે. 

ફેંસ એ પુછ્યા સવાલ - સલમાન ખાન વર્તમાન દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. ભાઈજાન મોટેભાગે પોતાની તસ્વીરો અને વીડિયો ફેંસ સાથે શેયર કરતા રહે છે. પરંતુ ગઈ રાત્રે અભિનેતાએ પોતાના ઓફિશિયલ ઈસ્ટાગ્રામ હૈડલ પર એક એવી તસ્વીર શેયર કરી જેને જોઈને નેટિજન્સએ અનેક પ્રકારના સવાલ ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે સલમાન ખાને એક પોસ્ટ શેયર કરી છે. જેમા તેમણે એક મહિલાની તસ્વીર શેયર કરી તેમને શ્રદ્ધાંજલિ આપી છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શુ સલમાનના પરિવારમાં કોઈનુ નિધન થયુ છે ? આ મહિલા કોણ છે ?  સલમાન ખાન સાથે તેમનુ શુ રિલેશન છે ?  આવા સવાલ ફેંસ આ પોસ્ટના કમેંટ સેક્શનમાં પૂછી રહ્યા છે.  



સલમાન ખાને મહિલાની તસ્વીર શેયર કરતા લખ્યુ, મારી વ્હાલી અદ્દૂ જ્યારે હુ મોટો થઈ રહ્યો હતો ત્યારે તમે મને જે પ્રેમ અને સપોર્ટ આપ્યો, એ માટે આભાર. તમને ખૂબ ખૂબ પ્રેમ.  રેસ્ટ ઈન પીસ માય ડિયર અદ્દૂ.  સલમાન ખાનનુ કેપ્શન વાંચીને સ્પષ્ટ છે કે ભાઈજાનની અદ્દએ હવે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે.  અને તેમના જવાથી અભિનેતા ખૂબ દુખી થઈ રહ્યા છે. સલમાન ખાનના ફેંસ તેમને સવાલ કર્યો છે કે અદ્દ કોણ છે ? આવામાં અભિનેતાની આ પોસ્ટ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  

સત્તાવાર માહિતી મળી નથી  -કોઈએ કહ્યું કે અદ્દુ સલમાન ખાનની આયા હતી. તો કોઈએ કહ્યું કે અદ્દુ સલમાન ખાનનો કેર ટેકર હતો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ અદ્દુ સલમાન ખાન કેવો દેખાય છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.