શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 22 નવેમ્બર 2024 (17:51 IST)

સના ખાન બીજીવાર બનશે માતા, પ્રેગ્નેંસી અનાઉંસ કરીને આપ્યા ગુડ ન્યુઝ

sana khan
sana khan
 
એંટરટેનમેંટ ઈંડસ્ટ્રીને અલવિદા કહી ચુકેલી સના ખાને પોતાના પતિ મુફ્તી અનસ સઈદ સાથે સોશિયલ મીડિયા પર ફેંસને ગુડન્યુઝ આપતા જાહેરાત કરી છે કે તે પોતાના બીજા બાળકની આશા કરી રહી છે. 22 નવેમ્બરે અભિનેત્રીએ ઈસ્ટાગ્રામ પર એક ક્યુટ વીડિયો પોસ્ટ કરીને જણાવ્યુ કે તે જલ્દી જ ત્રણથી ચાર થવાના છે. 2020મા મુફ્તી અનસ સઈદ સાથે લગ્ન પછી લાઈમલાઈટથી દૂર રહેનારી સનાએ પોતાના બીજા બાળકને જન્મ પહેલા પોસ્ટમાં અલ્લાહનો પણ આભાર માન્યો છે. 
 
બીજી વાર મા બનવા જઈ રહી છે સના ખાન 
સન ખાને દિલને સ્પર્શી લેનારો વીડિયો ક્લિપ શેયર કરતા પોતાની બીજી પ્રેગનેંસી વિશે બતાવતા લખ્યુ, અલ્લાહ ની કૃપાથી અમારો ત્રણનો પરિવાર ખુશી ખુશી ચારમાં બદલવા જઈ રહ્યો છે.  અમારા ઘરે એક નાનકડો આશીર્વાદ પધારવાનો છે.  સૈયદ તારિક જમીલ મોટાભાઈ બનવા માટે ખૂબ ઉત્સાહિત છે. વ્હાલા અલ્લાહ અમે તમારા નવા આશીર્વાદનુ સ્વાગત કરવા અને તેને ખૂબ લાડ દુલાર કરવાની હવે વધુ રાહ જોઈ શકતા નથી. અમને તમારી દુઆઓ મા કાયમ રાખો. અલ્લાહ અમારા માટે આ સરળ અને સુખદ બનાવો. 
 
સના ખાનની પ્રેગનેંસી પોસ્ટ 
આ વીડિયોની સાથે સના ખાને કેપ્શનમાં એક લાંબી નોટ પણ લખી છે. તેણે લખ્યું- ‘અલહમદુલિલ્લાહ, યા અલ્લાહ, મને તમારી શક્તિથી સારું બાળક આપો. અલબત્ત તમે પ્રાર્થના સાંભળનારા છો.’
 
તમને જણાવી દઈએ કે સના ખાને બિગ બોસ 6 થી ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. તેણે સલમાન ખાન સાથેની ફિલ્મ ‘જય હો’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે, બાદમાં તેણે ઈસ્લામ માટે શોબિઝને અલવિદા કહી દીધું. 21 નવેમ્બર, 2021ના રોજ સનાએ સુરતમાં મુફ્તી અનસ સૈયદ સાથે લગ્ન કર્યા. 5 જુલાઈ, 2023 ના રોજ, સનાએ તેના પ્રથમ બાળક સૈયદ તારિક જમીલનું સ્વાગત કર્યું અને હવે દોઢ વર્ષ પછી, તે ફરીથી માતા બનવા જઈ રહી છે.