'કેદારનાથ' નું શૂટિંગ પુરૂ, wrap up પાર્ટીમાં જોવા મળી સુશાંત-સારાની જોરદાર કેમેસ્ટ્રી
બોલીવુડ એક્ટર સુશાંત સિંહ અને ફિલ્મોમાં પોતાના કેરિયરની શરૂઆત કરવા જઈ રહેલ સારા અલી ખાને પોતાની આવનારી ફિલ્મ કેદારનાથનુ શૂટિંગ પુરૂ કરી લીધુ. આ ખુશીમાં એક પાર્ટી રાખવામાં આવી જેમા સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.
ફિલ્મની શૂટિંગ ખતમ થવાની ખુશીમાં મુંબઈના જુહૂ સ્થિત ક્લબમાં પાર્ટી મુકવામાં આવી. તેમા ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપૂર સહિત આખી ટીમે ખૂબ મસ્તી કરે અને ધમાલ મચાવી. પાર્ટીની ફોટોજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમા સુશાંત અને સારા બંને વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
યેલો કલરની ટોપ અને રિપ્ડ જીંસમાં સારા ખરેખર ખૂબ કમાલની લાગી રહી છે. બીજી બાજુ સુશાંત પણ કાળા રંગના કૂરતા પાયજામામાં હેંડસમ લાગી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 'કેદારનાથ'ના શૂટિંગને વચ્ચે રોકવામાં આવ્યુ હતુ. પ્રોડ્યૂસર અને ડાયરેક્ટરના પરસ્પર વિવાદને કારણે ફિલ્મ લાંબો સમય સુધી અટવાયેલી રહી હતી.
સુશાંત-સારાની આ કેમેસ્ટ્રી જોઈને કહી શકાય છે કે તેઓ બંને શૂટિંગ દરમિયાન સારા મિત્ર બની ગયા છે. ફિલ્મની શૂટિંગ પુર્ણ થઈ ચુકી છે અને આ વર્ષે 30 નવેમ્બરના રોજ રજુ થવા જઈ રહી છે. આ ઉપરાંત સારા રણવીર સિંહ સાથે રોહિત શેટ્ટી અને કરણ જોહરની ફિલ્મ સિંબામાં પણ જોવા મળવાની છે.
સિંબાનુ શૂટિંગ શરૂ થઈ ચુક્યુ છે અને આ માટે ટીમ હૈદરબાદ જવા રવાના પણ થઈ ગઈ હતી. સારા હાલ કેદારનાથની શૂટિંગને કારણે પરત આવી ગઈ છે. સિંબાની શૂટિંગ દરમિયાન એક સીન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. તેમા રણવીર સિંહ પોલીસના રોલમાં જોવા મળવાનો છે.
ઉલ્લેખનીય છે કે કેદારનાથના નિર્માતા-નિર્દેશકે સારા વિરુદ્ધ કેસ કર્યો હતો. સમાચારનુ માનીએ તો સારાએ અભિષેક સાથે કૉંટ્રેક્ટ સાઈન કર્યો હતો જેના મુજબ ફિલ્મની શૂટિંગ દરમિયાન તે બીજી ફિલ્મો સાઈન નથી કરી શકતી. પણ સારાએ પ્રોડ્યૂસર-ડાયરેક્ટરના વિવાદને કારણે કરણ જોહરની સિંબા સાઈન કરી લીધી હતી. ત્યારબાદ કેદારનાથની શૂટિંગ માટે સારા પાસે ડેટ્સ બચી નહોતી.
પણ પોતાની બંને ફિલ્મોને બચાવતા સારાએ પોતાના શેડ્યૂલ દરમિયાન ટાઈમ કાઢ્યો અને કેદારનાથની શૂટિંગ પૂરી કરી લીધી. કેદારનાથ આ વર્ષે 30 નવેમ્બરના રોજ રજુ થઈ રહી છે. સારાની બીજી ફિલ્મ સિંબા 28 ડિસેમ્બરના રોજ રજુ થશે. હવે જોવાનુ એ છે કે સારાની કેમેસ્ટ્રી દર્શકોને કોની સાથે ગમે છે રણવીર સિંહ સાથે કે સુશાંત સિંહ રાજપૂત સાથે.