1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 14 મે 2018 (10:38 IST)

શિમરી ગાઉનમાં એશ્વર્યા રાયે રેડ કારપેટ પર કહેર વરસાવ્યો, PICS જોઈને તમે પણ કહેશો WOW

aishwarya-rai
બોલીવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન દર વર્ષની જેમ આ વર્ષે પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની સુપર સ્ટાઈલિશ છબિને કાયમ રાખવામાં સફળ રહી. એશ્વર્યા 17મી વાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહી છે અને તેણે પોતાની સ્ટાઈલ અને ડ્રેસ ચ્વોઈસથી એકવાર ફરી સૌનુ દિલ જીતી લીધુ. એશ્વર્યાએ કાનના રેડ કારપેટ પર વધુ એક્સપરિમેંટ નથી કર્યા અને છેલ્લા કેટલાક વર્ષોથી તે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગાઉનમાં જ જોવા મળી પણ દરેક વખતે તેમને પોતાની સ્ટાઈલથી ફેન્સનું દિલ જીત્યુ. 
આ વખતે પણ કાનના રેડ કારપેટ પર ગાઉનમાં જોવા મળી. જ્યા તેણે પોતાના પ્રથમ દિવસે બટરફ્લાઈ ગાઉનને પસંદ કર્યો તો બીજા દિવસે તે ઑફ શૉલ્ડર રામી કાડી ગાઉનમાં જોવા મળી. આ સાથે તેને પોતાના વાળમાં ટૉપ બન બનાવ્યુ અને સિંપલ ઈયરિંગ સાથે પોતાના લુકને કમ્પલીટ કર્યુ. તેમના આ લુકથી જ લોકો ખૂબ પ્રભાવિત થયા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે સબિત કર્યુ કે તે કાનની ક્વીન કેમ છે. 
 
 
એશ્વર્યા આ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. 
 
એશ્વર્યાએ આ વર્ષે કાનમાં પોતાના માટે શિમરી લુક જ પસંદ કર્યુ. 
 
કાનની શરૂઆતમાં મનીષ અરોડા દ્વરા ડિઝાઈન કરવામાં આવેલ ઑફ શોલ્ડર મેક્સી ડ્રેસ અને પછી મિશેલ સિનકો દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ બટરફ્લાઈ ગાઉન. જ્યાર પછી હવે રામી કાડીનુ આ શિમરી ગાઉન. 
 
જોકે એશ્વર્યા કાન માટે પોતાના લુકમાં ખૂબ સુંદર જોવા મળી. 
ઉલ્લેખનીય છે કે એશ્વર્યા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કાનમાં પોતાની પુત્રી આરાધ્યા સાથે સામેલ થઈ. 
 
એશ્વર્યાનો કાન ફેસ્ટિવલમાં બે દિવસનો પોગ્રામ ખતમ થયો અને ત્યારબાદ તેમની જવાબદારી સોનમ કપૂર આહૂજા સાચવશે. ઉલ્લેખનીય છે કે સોનમ પણ ભારતમાં લૉરિયાલ પેરિસની બ્રાંડ એમ્બેસેડર છે અને હવે 14 અને 15 મે ના રોજ સોનમ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરશે.