શાહરૂખે બતાવ્યા Good Life જીવવાના રહસ્ય, બોલ્યા - તેમના લગ્નને 30 વર્ષ થઈ ચુક્યા છે પણ

shahrukh khan
મુંબઈ.|
શાહરૂખ ખાનનુ કહેવુ છે કે તે મહિલાઓના સન્માનને લઈને પોતાના દિકરાઓને વધુ સિખવાડવાની કોશિશ કરે છે.
હંમેશાથી જ મહિલાઓ પ્રત્યે સન્માનજનક વ્યવ્હાર કરતા જોવા મળ્યા છે. મીટૂ મૂવમેંટને લઈને શાહરૂખે નિવેદન આપ્યુ છે.

શાહરૂખે જણાવ્યુ કે કેવી રીતે તે ખાતરી કરે છે કે તે પોતાની પત્ની અને પુત્રીની પર્સનલ સ્પેસને લઈને સન્માન કાયમ રાખે.
શાહરૂખે જણાવ્યુ કે મહિલાઓના સન્માનને લઈને તે પોતાના પુત્રોને વધુથી વધુ શિખવાડવાનો પ્રયાસ કરે છે. શાહરૂખને જ્યારથી મીટૂ મૂવમેંટને લઈને સવાલ કરવામાં આવ્યો તેમણે કહ્યુ - જે મહિલાઓ પોતાની સાથે થયેલ ઘટનાઓને લઈને સામે આવી છે આપણે તેની હિમંતનુ સન્માન કરવુ જોઈએ. જો કે તેનો એક સૈડ પાર્ટ એ પણ છે કે આવી ઘટનાઓ ઠીક તમારા નાક નીચે થાય છે પણ તમને જાણ પણ થતી નથી..
shahrukh khan
શાહરૂખ ખાને જણાવ્યુ કે કેવી રીતે તે ઘરે પોતાની પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે સન્માનપૂર્વક વ્ય્વહાર કરે છે. શાહરૂખે જણાવ્યુ કે તેમના લગ્નને 30 વર્ષ થઈ ચુક્યા છે. પણ ક્યારેય તે ગૌરીનુ પર્સ ચેક નથી કરતો. અહી સુધી કે જ્યારે તે રૂમમાં જાય છે તો ત્યારે પણ તે દરવાજા પર નૉક જરૂર કરે છે.
પુત્રી સુહાનાના રૂમમાં જતા પહેલા પણ તે આવુ જરૂર કરે છે.
shahrukh khan
તેમને જાણ છે કે હુ દરવાજા પર ઉભો છુ.
છતા પણ હુ નોક કર્યા વગર રૂમમાં નથી જતો કારણ કે એ તેમની સ્પેસ છે. જેમા હુ પરમિશન વગર દાખલ થતો નથી. શાહરૂખે જણાવ્યુ કે પોતાના પુત્રોને હંમેશા મહિલાઓનુ સન્માન કરતા શિખવાડે છે. તેમણે કહ્યુ કે તેઓ તેમને હંમેશા સમજાવે છે કે મહિલાઓ પણ તેમની બરાબરીની છે. તેમના આત્મસન્માનને ઠેસ પહોચે એવુ કશુ ન કરવુ જોઈએ.


આ પણ વાંચો :