સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 17 નવેમ્બર 2018 (14:23 IST)

શિલ્પા શેટ્ટીએ સાઈબાબાના દરબારમાં ચઢાવ્યો સોનાનો મુકુટ

શિરડીના સાંઈબાબાને દુનિયાના શ્રીમંત ભગવાન માનવામાં આવે છે. આ દરબારમાં સામાન્ય હોય કે કોઈ શ્રીમંત દૂર દૂરથી લોકો સાંઈબાબાના દર્શન કરવા આવે છે અને ઈચ્છા પુરી થતા મોટી રકમ પણ ચઢાવે છે. તાજેતરમાં જ સાઈબાબાના દર્શન કરવા બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પોતાના પુર્ણ પરિવાર સાથે પહોંચી હતી.  શિલ્પાના દરબારામાં પહોંચાડવાની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેનુ કારણ તેમનો ચઢાવો છે. 
શિલ્પાએ બાબાના દરબારમાં સોનાનો મુકુટ ચઢાવ્યો જેની કિમંત લાખોમાં બતાવવામાં આવી રહી છે. એવુ કહેવાય રહ્યુ છે કે શિલ્પાએ જે મુકુટ  બાબાના દરબારમાં ચઢાવ્યો તેની કિમંત લગભગ 26 લાખ રૂપિયા છે. આ મુકુટ માં 800 ગ્રામ સોનાનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે. બાબાના દરબારમાં પહોંચેલી શિલ્પાએ ઈંસ્ટાગ્રામ પર  પંડિતજીને મુકુટ આપતી તસ્વીર જાતે શેયર કરી છે. 
આ તસ્વીરમાં શિલ્પા સાથે તેમના પતિ રાજ કુંદ્રા, પુત્ર વિયાન, માં સુનંદા શેટ્ટી અને બહેન શમિતા શેટ્ટી જોવા મળી રહી છે.  આ તસ્વીરોને શેયર કરતા શિલ્પાએ પોસ્ટ પણ લખી. શિલ્પા શેટ્ટીએ લખ્યુ - બધુ આપવા માટે ખૂબ ખૂબ આભાર.  તમારી પાસેથી મે વિશ્વાસ અને ધૈર્ય રાખતા શીખ્યુ છે.. મારા પરિવારની અને મારી તમે હંમેશા રક્ષા કરી છે.  તેથી મસ્તક સદૈવ તમારી શ્રદ્ધામાં નમેલુ રહે છે. 
એક તસ્વીરમાં શિલ્પા જ્યા પંડિતજીને સોનાનો મુકુટ  આપતી દેખાય રહી છે તો બીજી તસ્વીરમાં શિલ્પાના કહેવા પર પંડિતજીએ મુકુટ બાબાને અર્પણ કર્યો છે. આ તસ્વીરમાં શિલ્પા અને તેમની માતા સાઈબાબા સામે હાથ જોડતા દેખાય રહ્યા છે. ઉલ્લેહનીય છે કે  શિલ્પા શેટ્ટી જલ્દી જ સુપર ડાંસર ચેપ્ટર 3માં જજ ના રૂપમાં જોવા મળશે. આ શો માં તેમની સાથે અનુરાગ બસુ અને ગીતા કપૂર પણ જોવા મળશે.  આ રિયાલિટી શો ના ઓડિશન શરૂ થઈ ચુક્યા છે. આ ત્રીજી સીરિઝ છે. બે સીરિઝના હિટ થયા પછી મેકર્સ આ શો ની ત્રીજી કડી લઈને આવ્યા છે. આ શો ટૂંક સમયમાં જ ઑનએયર થવાનો છે. શિલ્પા ઘણ સમયથી ફિલ્મોથી દૂર છે અને ટેલીવિઝન શૉજને જજ કરતી જોવા મળે છે.