સિદ્ધાર્થ શુક્લાએ શહેનાઝ ગિલ પાસે હંમેશા ફોન કરવાનુ પ્રોમિસ લીધુ હતુ, આ થ્રોબૈક વીડિયો જોઈને તમે પણ ઈમોશનલ થઈ જશો

sid naaz
Last Updated: શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (00:29 IST)
સિદ્ધાર્થ શુક્લા અને તેની પ્રિય મિત્ર શહનાઝ ગિલની જોડી તૂટી ગઈ છે. પોતાના પ્રિયજનોને કાયમ માટે અલવિદા કહેનાર સિદ્ધાર્થ શુક્લા હવે પંચતત્વમાં વિલીન થઈ ચુક્યા છે. સ્મશાન ઘાટ પર પોતાના મિત્રને ગુમાવવાનુ દુખ શહેનાજની આંખોમાં ઝલકી રહ્યુ હતુ.
શહેનાઝની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે.'સિડનાઝ' નામથી ફેમસ જોડીને ફૈંસ હંમેશા સાથે જોવા માંગતા હતા પરંતુ હવે આ જોડી તૂટી ગઈ છે. દરમિયાન, સિદ્ધાર્થ-શહેનાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શહનાઝ પાસેથી વચન લઈ રહ્યો છે કે જ્યારે તે કોઈ પણ મુસીબતમાં આવશે ત્યારે તેને ફોન કરશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, શહનાઝ-સિદ્ધાર્થ શુક્લા બિગ બોસના ઘરમાંથી છે. જ્યાં બંને ગાર્ડન એરિયામાં બેસીને એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સિદ્ધાર્થ શહનાઝ સાથે વાત કરી રહ્યો છે, જો તારી લાઈફમાં ક્યારેય પણ કોઈ પ્રોબ્લેમ થાય તો મને કોલ કરી લીધો.
ભલે આપણે વાત ન કરી રહ્યા હોય, પણ તને કોઈ સમસ્યા છે તો મને ફોન કરવો.. ઠીક છે. પ્રોમિસ કર ફોન કરીશ. એટિટ્યુડ નહી મારે. જો તૂ 70 વર્ષની પણ થઈ જાય અને જો હુ જીવતો રહુ તો તુ મને કોલ કરજે...

સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં બેહોશ જોવા મળી શહેનાઝ ગિલ

બિગ બોસ 13 થી ચર્ચામાં આવેલી આ જોડીનો આટલો દુ:ખદ અંત હશે,
એવી કોઈએ કલ્પના પણ કરી નહોતી. શહેનાઝ ગિલને સિદ્ધાર્થની અંતિમ ઝલક જોવા માટે સ્મશાનગૃહ જવુ પડશે, જ્યાં તેના બેસ્ટ ફ્રેન્ડનો તેની નજર સામે જ અંતિમ સંસ્કાર આપવામાં આવ્યો હતો.
સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર પહેલા એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં શહેનાઝ ગિલની હાલત જોઈને દરેકની આંખોમાંથી આંસુ આવી ગયા હતા.


આ પણ વાંચો :