ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (14:54 IST)

સોનુ સૂદ રહે કે ના રહે પરંતુ લોકોની મફતમાં સારવાર કરવામાં આવવી જોઇએ

સોનૂ સૂદની (Sonu Sood) 6 જગ્યાઓ પર આયકર વિભાગે (Income Tax) ગત અઠવાડિયે રેડ પાડી હતી જ્યાર બાદ તેમના ફાઉન્ડેશનમાં (Foundation) આવેલા ફંડ્સને લઇને સવાલો ઉભા થયા હતા. સોનૂ સૂદ પર ચોરીના પણ આરોપો લાગ્યા છે જોકે તમામ ઓરોપોનું અભિનેતાએ ખંડન કર્યુ છે. હાલમાં જ એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં સોનૂ સૂદે આયકર વિભાગની કાર્યવાહી અને હૈદરાબાદમાં (Hyderabad) હોસ્પિટલ ખોલવાના આયોજન પર વાત કરી
 
સોનુ સૂદે કહ્યું કે કોઇ  પણ ફાઉન્ડેશન પાસે તેમને મળેલા ફંડ્સનો ઉપયોગ કરવાની એક વર્ષની સીમા હોય છે. જો ફંડ઼્સનો ઉપયોગ તે એક વર્ષમાં ના થઇ શકે તો તમે તેનો ઉપયોગ આગામી વર્ષે કરી શકો છે. આ નિયમ છે. મે આ ફાઉન્ડેશનને કેટલાક મહિના અગાઉ જ કોરોના મહામારીની બીજી લહેરના સમયે રજીસ્ટર કરાવ્યું હતું. પ્રથમ લહેર દરમિયાન મે પ્રવાસીઓની મદદ કરવાનું શરૂ કર્યું તો મારી પાસે એવા લોકો હતા જેમણે પ્રવાસીઓ માટે બસ બુક કરવાની ઓફરો કરી હતી. અમે ત્યારે પૈસા એકઠા કર્યા નહોતા. 
 
મે ચાર-પાંચ મહિનામાં ફંડ એકઠું કરવાનું શરૂ કર્યું છે. મારી પાસે આ ફંડ્સનો ઉપયોગ કરવા માટે સાત મહિનાથી વધુનો સમય બાકી છે. હું લોકોની મહેનતની કમાણી બરબાદ કરી રહ્યો નથી. હું બ્રાન્ડ એન્ડોસમેન્ટથી જે કમાણી કરું છું તેનો 25 કે ક્યારેક ક્યારેક 100 ટકા મારા આ ફાઉન્ડેશનમાં જાય છે
 
સોનુ સૂદે હૈદરાબાદમાં એક હોસ્પિટલ ખોલવાની પોતાની યોજના પર વાત કરી. સોનુએ કહ્યું કે હૈદરાબાદના કેટલાક હોસ્પિટલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલગ સ્તર પર છે. આવનારા 50 વર્ષોની યોજના એ છે કે જો સોનુ સૂદ
રહે કે ના રહે પરંતુ આ ચેરિટેબલ હોસ્પિટલ મારફતે લોકોની મફતમાં સારવાર રવામાં આવવી જોઇએ