ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (17:02 IST)

સોનૂ ત્યાગી બોલિવૂડમાં એન્ટ્રી કરશે

જાણિતા એડ ફિલ્મ ડિરેક્ટર,રાઈટર અને પ્રોડ્યુસર સોનૂ ત્યાગી હવે તેમની જબરદસ્ત એન્ટ્રી બોલિવૂડમાં કરવા જઈ રહ્યાં છે. તેમની એન્ટ્રી એપ્રોચ એન્ટરટેઈમેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા થી રહેલા એક ફિલ્મના નિર્માણથી થઈ રહી છે. આ કંપનીના બેનર હેઠળ બની રહેલી આ પ્રથમ બોલિવૂડ ફિલ્મ છે. મુંબઈમાં સોનૂનું નામ ખૂબ જાણિતુ છે. તેઓ એડવર્ટાઈઝિંગ ફિલ્ડમાં છેલ્લા 6 વર્ષથી સંકળાયેલા છે. તેમણે ધ બિઝ ઈન્ડિયા 2010નો એવોર્ડ પણ મેળવેલો છે. તેમણે અત્યાર સુધીમાં 40 જેટલી ફિલ્મોમાં રાઈટર, દિગ્દર્શન, માર્કેટિંગ અને પ્રોડક્શન જેવા વિભાગમાં બોલિવૂડમાં પ્રદાન કર્યું છે. હવે તેઓ એક નવા અવતારમાં બોલિવૂડમાં એન્ટ્રી મેળવી રહ્યાં છે. તેમની એક નોવેલ પણ આવતા મહિને પ્રકાશિત થઈ રહી છે. સોનૂ ત્યાગી કહે છે કે અમે અત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યાં છીએ.