શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. શ્રીદેવી
Written By
Last Updated : સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (13:00 IST)

શ્રીદેવી એ સુંદર દેખાવવા માટે કરાવી હતી 29 સર્જરી, શુ આ જ બની મોતનુ કારણ?

પોતાના શાનદાર અભિનયથી સિનેમાપ્રેમીઓના દિલ પર રાજ કરનારી બોલીવુડ અભિનેત્રી શ્રીદેવી હવે આપણી વચ્ચે નથી રહી. શનિવારે રાત્રે શ્રીદેવીનુ દુબઈ હોટલમાં કાર્ડિયેલ અરેસ્ટને કારણે નિધન થઈ ગયુ. પણ ખુદનો ખ્યાલ રાખનારી શ્રીદેવી દેખાવમાં એકદમ ફીટ હતી. તેમનો અંતિમ વીડિયો પણ એ જ બતાવે છે. જ્યારે તે પોતાના પતિ બોની કપૂર સાથે ડાંસ કરી રહી હતી. પણ અનેક રિપોર્ટ્સ શ્રીદેવીનુ મોતનું કારણ તેમની સર્જરી બતાવી રહ્યા છે. 
 
સમાચારનું માનીએ તો ખુદને જવાન બતાવવા માટે શ્રીદેવી મોટા પાયા પર એંટી એજિંગ દવાઓનુ સેવન કરી રહી હતી. તેણે લગભગ 29 સર્જરી કરાવી હતી. 
 
- તેમાથી એક સર્જરી વ્યવસ્થિત થઈ શકી નહોતી. જેના કારણે શ્રીદેવીને તકલીફોનો સામનો કરવો પડ્યો. સાઉથ કૈલિફોર્નિયાના એક કૉસ્મેટિક સર્જનની દેખરેખમાં શ્રીદેવી આ તકલીફોને ઓછી કરવા માટે લાંબા સમયથી દવાઓ પણ લઈ રહી હતી. તેને ડાયેટ પિલ્સ કહેવામાં આવે છે. 
-શ્રીદેવીએ પોતાના પેટના ફૈટને ઓછી કરવા માટે પણ ટ્રીટમેંટ કરાવી હતી. ચહેરાને જવાન બતાવવા માટે તે બોટાક્સનો ઉપયોગ પણ કરતી હતી. થોડા દિવસ પહેલા શ્રીદેવીએ લિપ સર્જરી પણ કરાવી હતી.  જે ચર્ચામાં હતી. જો કે તેમણે હંમેશા આ વાતને નકારી હતી. પણ તેની લેટેસ્ટ તસ્વીરો સ્પષ્ટરૂપે લિપ સર્જરી તરફ ઈશારો કરી રહી હતી. 

-શ્રીદેવીનુ મોત હાર્ટ અટેકથી થવા પાછળ ડોક્ટર્સનુ કહેવુ છે કે પોસ્ટ મીનીપોઝ પછી મહિલાઓમાં હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. સામાન્ય રીતે પુરૂષ અને મહિલાઓમાં દિલની બીમારીઓની સરેરાશ 3:1 છે. પણ મીનોપોઝ પછી આ એક જેવો થઈ જાય છે. 
 
- આમ તો સુંદર દેખાવ માટે માત્ર શ્રીદેવી જ એવી એક્ટ્રેસ નહોતી જેણે જવાન બન્યા રહેવા માટે સર્જરીની મદદ લીધી. આ લિસ્ટમાં કાજોલ, શિલ્પા શેટ્ટી, પ્રિયંકા ચોપડા, અનુષ્કા શર્મા, વાણી કપૂર બિપાશા જેવી તમામ અભિનેત્રીઓનો સમાવેશ છે. 
 
- ઉલ્લેખનીય છે કે પોતાના ભાણેજના લગ્નમાં ભાગ લેવા માટે શ્રીદેવી દુબઈ ગઈ હતી. અંતિમ સમયે અભિનેત્રી સાથે પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશી કપૂર હાજર હતા. તેમના આકસ્મિક નિધનથી બોલીવુડ સહિત દેશમાં શોકની લહેર છે.