શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. શ્રીદેવી
Written By
Last Updated : સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (13:00 IST)

બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનુ હાર્ટએટેકથી નિધન

હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનુ ગઈકાલે રાત્રે  દુબઈમા  હાર્ટએટેકથી નિધન  થઈ ગયુ છે. પારિવારિક સૂત્રોએ આ સમાચાર આપ્યા છે  ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અને ઈન્ડસ્ટ્રી બહાર શ્રીદેવીના ચાહકોને આ સાભળીને આઘાત લાગ્યો છે


બોલીવુડની જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ તમિલનાડુમાં થયો હતો. શ્રીદેવીનુ અસલી નામ શ્રી અમ્મા યંગર અય્યપન છે. શ્રીદેવીએ પોતાના કેરિયરની શરૂઆત 4 વર્ષની વયથી કરી નાખી હતી. તેમણે બોલીવુડ ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.  
 
 
આવો જાણીએ શ્રીદેવીની પર્સનલ જીંદગી સાથે જોડાયેલ કેટલીક જાણી-જાણીણી વાતો.. 
 
શ્રીદેવી અને મિથુન ચક્રવર્તીનુ લગ્ન - 80ના દસકામાં કથિત રૂપે શ્રીદેવી અને ડિસ્કો ડાંસર મિથુન ચક્રવર્તીનુ અફેયર ચાલી રહ્યુ હતુ. જાણવા મળ્યુ હતુ કે બંનેયે મંદિરમાં લગ્ન પણ કરી લીધા હતા. એ સમયે મિથુન પહેલાથી જ પરણેલા હતા. તેમના લગ્ન યોગિતા બાલી સાથે થયા હતા. મિથુન અને શ્રીદેવીના લગ્નની વાત સાંભળીને મિથુનની પત્ની યોગિતાબાલીએ સુસાઈડનો પ્રયત્ન પણ કર્યો હતો. જ્યારે શ્રીદેવીએ અનુભવ્યુ કે મિથુન યોગિતા સાથે પોતાનો સંબંધ નહી તોડે તો શ્રીદેવીએ તેમની સાથે પોતાનો સંબંધ તોડી  જો કે શ્રીદેવી અને મિથુને ક્યારેય પણ આ મુદ્દે સ્પષ્ટ વાતચીત નથી કરી. 
શ્રીદેવી અને બોની કપૂર - પોતાના તૂટેલા દિલ સાથે શ્રીદેવી બોની કપૂરન ઘરમાં રહેવા લાગી. ત્યા રહેતા રહેતા તેને બોની કપૂર સાથે પ્રેમ થઈ ગયો. પણ બોનીની પ્રથમ પત્ની અને અર્જુન કપૂરની મા મોના કપૂરને આ વાતની જાણ પણ ન થઈ. મોનાએ પછી જણાવ્યુ કે આ સંબંધને એક વધુ તક આપવા માટે કશુ બાકી નહોતુ રહ્યુ, કારણ કે શ્રીદેવી પહેલા જ પ્રેગ્નેંટ હતી.  
 
શ્રીદેવી અને જયા પ્રદાને રૂમમાં બંધ કર્યા - શ્રીદેવી પોતાના સમયની સુપરસ્ટાર હતી. એ સમયની તેમની સૌથી મોટી પ્રતિસ્પર્ધક જયાપ્રદાને માનવામાં આવતી હતી. બંને એકબીજાનો ચહેરો જોવો પણ પસંદ કરતા  નહોતા. એક રિપોર્ટ મુજબ ફિલ્મ 'મક્સદ'ના શૂટિંગ દરમિયાન રાજેશ ખન્ના અને જીતેન્દ્રએ શ્રીદેવી અને જયાપ્રદાને એકસથે એક રૂમમાં બંધ કરી દીધા હતા. જેથી બંને વચ્ચેની કડવાશને દૂર કરી શકાય. પણ બે કલાક પછી દરવાજો ખોલવા છતા બંને જુદા જુદા ખૂણામાં ચૂપચાપ બેસેલી જોવા મળી. 
 
સૌથી મોંધી અભિનેત્રી  - શ્રીદેવી 1985-1992 દરમિયાન સૌથી મોંઘી બોલીવુડ એક્ટ્રેસના રૂપમાં ઓળખાતી હતી. તેમની અને જીતેન્દ્રની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી. બંનેયે 16 ફિલ્મોમાં સાથે કામ કર્યુ જેમાથી 11 ફિલ્મો સુપરહિટ થઈ હતી. 
 
શ્રીદેવીને હિન્દુ નહોતુ આવડતુ - જ્યારે શ્રીદેવીએ બોલીવુડમાં ડેબ્યુ કર્યુ તો તેને સારી રીતે હિન્દી બોલતા નહોતુ આવડતુ.  તેનો અવાજ મોટાભાગે નાઝ ડબ કરતી હતી. ફિલ્મ આખિરી રિશ્તામાં રેખાએ શ્રીદેવી માટે ડબિંગ કર્યુ હતુ. શ્રીદેવીએ ચાંદનીમાં પહેલીવાર પોતાના ડાયલોગ ડબ કર્યા હતા.