શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 11 માર્ચ 2019 (15:08 IST)

જીવનમાં આગળ આવવું હોય તો રિસ્ક લેવું પડે – સુદીપ પાંડે

ભોજપુરીના સુપરહિટ ઍક્શન હીરો સુદીપ પાંડેએ સુપરહિટ ફિલ્મ ભોજપુરિયા ભૈયાથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેમણે ડબલ રોલ કર્યો હતો. કદાચ એટલે જ હિન્દી ફિલ્મની કરિયરની શરૂઆત પણ ડબલ રોલવાળી બહુચર્ચિત હિન્દી ફીચર ફિલ્મ વી ફોર વિક્ટરથી કરી રહ્યા છે. હિન્દી ફિલ્મ અગાઉ તેઓ મશીહા બાબુ, સૌતન, શરાબી, કુર્બાની જેવી 40થી વધુ ભોજપુરી ફિલ્મમાં હીરો તરીકે કામ કરી ચુક્યા છે. તેમની પહેલી હિન્દી ફિલ્મ વી ફોર વિક્ટર 5 એપ્રિલ 2019ના પીવીઆર દ્વારા રિલીઝ થઈ રહી છે. ફિલ્મને મનીન્દ્ર તિવારી પ્રસ્તુત કરી રહ્યા છે. પ્રસ્તુત છે ફિલ્મના નિર્માતા અને ઍક્શન હીરો સુદીપ પાંડે સાથેની મુલાકાતના અંશ.

 

આપની ફિલ્મ વી ફોર વિક્ટર વિશે જણાવશો?

વી ફોર વિક્ટર એક બૉક્સરના જીવનમાં આવતા ઉતાર-ચઢાવની વાત છે. હું વિક્ટરની ભૂમિકા ભજવી રહ્યો છું જે એક સામાન્ય વ્યક્તિ છે. એ બૉક્સર કેવી રીતે બને છે અને દેશના હિત માટે કામ કરે છે એની વાત આલેખવામાં આવી છે. ફિલ્મમાં રોમાન્સ, ઍક્શન, મનોરંજન અને મધુર ગીતો છ. ટૂંકમાં કહું તો મનોરંજક ફિલ્મનો તમામ મસાલો એમાં છે.

ફિલ્મમાં બીજા ક્યા કલાકારો છે અને એનું શૂટિંગ ક્યાં કરાયું છે?

ફિલ્મમાં મારા ઉપરાંત રૂબી પરિહાર, બંગાળી હીરોઇન પામેલા સંઘમિત્રા, સુરેશ ચૌહાન, નાસિર અબ્દુલ્લા, ઉષા બચાની, રાશૂલ ટંડન, જસવિંદર ગાર્ડનર, શ્રીકાંત પ્રત્યુષ, દેવી શંકર શુક્લા, સંજય સ્વરાજ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું 90 ટકા શૂટિંગ મલેશિયામાં થયું છે. જ્યારે બાકીનો હિસ્સો ભારતમાં ફિલ્માવાયો છે. ફિલ્મના દિગ્દર્શક એસ. કુમાર છે અન સંગીતકાર સંજીવ-દર્શન. એનું બુકિંગ બુક માય શો ડૉટકૉમ પર શરૂ થઈ ગયું છે અને 5 એપ્રિલે પીવીઆર દ્વારા રિલીઝ થઈ રહી છે.

 

તમે તમારી પહેલી ફિલ્મમાં ડબલ રોલ કર્યો હતો અને તમારી પહેલી હિન્દી ફિલ્મમાં પણ બેવડી ભૂમિકા છે, એનું કોઈ ખાસ કારણ અને બીજું પાત્ર કેવા પ્રકારનું છે?

મેં જ્યારે પણ ભોજપુરીમાં ડબલ રોલ કર્યો છે એ ફિલ્મો હિટ થઈ છે. ડબલ રોલ હંમેશ મારા માટે લકી સાબિત થયો છે. એટલે મેં આમાં બેવડી ભૂમિકા ભજવી છે. વી ફોર વિક્ટરમાં મે વિક્ટરની ભૂમિકા ઉપરાંત વિક્ટરના દાદાજી એટલે કે સૂર્યા રાયનું પાત્ર પણ ભજવ્યું છે. સૂર્યા રાયની ભૂમિકા ઘણી ઇન્ટરેસ્ટિંગ છે અને દર્શકોને પણ પસંદ પડશે.

 

તમને તમારી ફિલ્મ પર કેટલો વિશ્વાસ છે?

મને પૂરી ખાતરી છે કે પ્રસંશક ફિલ્મને સફળ બનાવશે, કારણ એ માનવતાની સાથે સકારાત્મક સંદેશ સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર બનાવાયેલ ફિલ્મ છે.

 

તમે એક નિર્માતાની સાથે તમે અભિનેતા પણ છો. શું તમને ડર નથી લાગતો?

ના. સાચી વાત કહું તો હું સહજ છું કારણ હું એ ચીજો જ કરૂં છુ જે મારે કરવી હોય. મેં જ્યારે ભોજપુરી ફિલ્મોમાં અભિનેતા-નિર્માતા તરીકે પદાર્પણ કર્યું ત્યારથી હું હિન્દી ફિલ્મમાં એક અભિનેતા તરીકે યોગ્ય બ્રેક મળે એની રાહ જોઈ રહ્યો હતો. અને એટલા માટે જ મેં મારી જાતને આ ફ્લેમથી લૉન્ચ કરવાનો નિર્ણય લીધો. જીવનમાં પ્રગતિ કરવી હોય તો રિસ્ક તો લેવું જ પડે.

 

આપની આગામી