લોકોમાં દેશભક્તિની ભાવના જગાવતી ફીચર ફિલ્મને પીવીઆર 5 એપ્રિલે રિલીઝ કરશે
બૉક્સિંગ અને આતંકવાદની પૃષ્ઠભૂમિ પર બનેલી હિન્દી ફીચર ફિલ્મ
'વી ફોર વિક્ટર
'ને પીવીઆર
5 એપ્રિલ
2019ના રિલીઝકરશે. આજકાલ આતંકવાદે કેવી રીતે તમામ રમતોમાં પોતાનો પગપેસારો કર્યો છે એની વાત આલેખતી આ ફિલ્મ છે. ફિલ્મના હીરોછે સુદીપ પાંડે
, જેમણે ભોજપુરીની
40થી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે અને વી ફોર વિક્ટરથી તેઓ બૉલિવુડમાં પદાર્પણ કરી રહ્યાછે. ફિલ્મનું દિગ્દર્શન એસ. કુમારનું છે અને સંગીતકાર છે સંજીવ દર્શન. ફિલ્મની ટિકિટનું બુકિંગ બુક માય શો ડૉટકૉમ પર અત્યારથીશરૂ થઈ ગયું છે.
ફિલ્મ અંગે જણાવતા સુદીપ પાંડે કહે છે કે
, ફિલ્મમાં હું વિક્ટર નામનની સામાન્ય વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છું.એ કેવી રીતે બૉક્સર બને છે અને કઈ રીતે દેશના હિતમાં કામ કરે છે એ દર્શાવવામાં આવ્યું છે. દેશભક્તિથી છલોછલ ફિલ્મયુવાનોને ચોક્કસ પસંદ પડશે અને યુવા પેઢીને દેશ માટે કંઇક સારૂં કરવા પ્રેરિત કરશે. ફિલ્મમાં ભારત-પાકિસ્તાનની બૉક્સિંગ મેચદર્શાવવામાં આવી છે જે ઘણી રોમાંચક છે. વિક્ટર માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપે છે. આજે સોશિયલ મીડિયા દ્વારાઆપણા દેશના ભણેલાગણેલા યુવાનો કેમ અને કેવી રીતે ગુમરાહ થઈ રહ્યા છે અને આજકાલ ખેલની દુનિયામાં કેવા ખેલ ખેલાય છેએ દર્શાવવામાં આવ્યું છે. આ એક અલગ પ્રકારની ફિલ્મ છે.
વી ફોર વિક્ટરનું
90 ટકા શૂટિંગ મલેશિયામાં થયું છે જ્યારે બાકીનો હિસ્સો ભારતમાં ફિલ્માવાયો છે. ફિલ્મમાંસુદીપ પાંડે ઉપરાંત રૂબી પરિહાર
, બંગાળી અભિનેત્રી પામેલા મોન્ડલ
, સંઘમિત્રા
, સુરેશ ચવ્હાણકે
,નાસિર અબ્દુલ્લા
, ઉષા બચાની
,રાશુલ ટંડન
,જસવિંદર ગાર્ડનર
, શ્રીકાંત પ્રત્યુષ
, દેવી શંકર શુક્લ
,સંજય સ્વરાજ મુખ્ય ભૂમિકામાં છે.