સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (15:37 IST)

Air Vice માર્શલની પ્રેસ કોન્ફરેંસ, બોલ્યા - ભારતે પાકિસ્તાનનુ એક ફાઈટર પ્લેન તોડી પાડ્યુ, એક મિગ વિમાન ગુમાવ્યુ

- 1 પાકિસ્તાની વિમાન ઠાર કર્યુ,  1 મિગ વિમાન ગુમાવ્યુ 
- ભારતે પાકિસ્તાનનુ એક ફાઈટર પ્લેન તોડી પાડ્યુ 
-  અમે એક મિગ વિમાન ગુમાવ્યુ 
- ઓપરેશન દરમિયાન અમારુ એક મિગ-21 ક્રેશ થયુ 
 
-યુદ્ધની વાત કરનારુ પાકિસ્તાન હવે કરગરી રહ્યુ છે.. કે અમે યુદ્ધ કરવા નથી માંગતા 
- તનાવ વચ્ચે પાકિતાનનુ નિવેદન, અમે ભારત સાથે યુદ્ધ કરવા નથી માંગતા - પાકિસ્તાન 
- પાકિસ્તાને વાતચીતની ઓફર કરી 
- દિલ્હી - વિપક્ષી દળોની બેઠક શરૂ , બેઠકમાં ભારતા-પાક તનાવની ચર્ચા,  બેઠક પછી એક સાથે નિવેદન આવવાની શક્યતા 
- દિલ્હીમાં પણ આતંકી હુમલા માટે એલર્ટ રજુ કર્યુ 
- ભારત-પાક તનાતની વચ્ચે આવ્યુ ચીનનુ નિવેદન, વાતચીતનુ વાતાવરણ બનાવે બંને દેશ 
- ભારત પાકિતાન સંયમ રાખે અને વાતચીતની કોશિશ કરે 
- સવા ત્રણ વાગ્યે ભારત સરકારની પ્રેસ કૉંફરેંસ 

આ દરમિયાન કાશ્મીર જનારી બધી ભારતીય કમર્શિયલ ઉડાનો રદ્દ કરવામાં આવી છે ઈંડિગો અને સ્પાઈસ જેટે આ વાતની જાહેરાત કરી છે. ભારતીય વાયુસેનાએ ચંડેગઢ લેહ અને જમ્મુ કાશ્મીરમાં બધા કમર્શિયલ ઉડાનો પર રોક લગાવી દીધી છે. જમ્મુ અને શ્રીનગર માટે રવાના થયેલ કેટલીક ઉડાનો પોતાના શહેરમાં પરત આવી ગઈ છે.  ઈંડિગો અને ગો એયરે પોતાના વિમાનોને દિલ્હી પરત બોલાવી લીધા છે. 
- ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનાના F-16 ફાઈટર જેટૅને નૌશેરા સેક્ટરમાં તોડી પાડ્યુ છે. એક પૈરાશૂટને નીચે ઉતરતુ બતાવાયુ છે.  પણ ત્યાબાદ પાયલોટની સ્થિતિ વિશે કોઈ માહિતી મળી નથી. 
- પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ ઘટના વિશે સ્ટેટમેંટ રજુ કરી કહ્યુ છે કે પાક્સિતાની વાયુસેનાએ સીમા પર એયર સ્ટ્રાઈક કરી છે. 
 
- પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કહ્યુ છેકે પાકિસ્તાની વાયુસેનાએ ભારતીય વાયુસેનાના બે એયરક્રાફ્ટ તોડી પાડયા છે જે પાક્સિતાની સીમામાં ઘુસી આવ્યા હતા. એક એયરક્રાફ્ટ પાકિસ્તાની કબજાવાળા કાશ્મીરમાં પડ્યુ છે જ્યારે કે બીજુ ભારત પ્રશાસિત કાશ્મીરમાં. પાકિસ્તાની સેનાના પ્રવક્તાનો દાવો છે કે એક ભારતીય વાયુસેનાના એક પાયલોટની ધરપકડ કરવામાં આવી છે. 
 
- પાકિસ્તાનના એયર સ્ટ્રાઈકની વાત સ્વીકાર કરી છે. પાકિસ્તાને કહ્યુ છેકે આ એક કંટ્રોલ્ડ એયર સ્ટ્રાઈક હતી. જો કે પાકિસ્તાને કહ્યુ છે કે તેણે પોતાના એયરસ્પેસમાં જ કાર્યવાહી કરી છે. પાકિસ્તાને કહ્યુ છેકે તેણે મિલિટ્રીને ટારગેટ નથી કર્યુ. જો કે હ્યૂમન લૉસ ન થયા. ઈસ્લામાબાદે કહ્યુ છે કે અમને અમારા આત્મરક્ષાનો અધિકાર છે. અમે ફક્ત અમારો અધિકાર બતાવ્યો છે. 
 
 
રાજૌરી સેક્ટરમાં બોમ્બા ફેકાયા પછી ત્યા ખાડાની તસ્વીરો સામે આવી છે. 
 
- બડગામમાં ક્રેશ થયુ વિમાન સેનાનુ પેસેજર વિમાન  MI-17 હતુ. 
- એનએસએ અજીત ડોભાલ ગૃહમંત્રાલય પહોચ્યા છે.