શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2017 (10:02 IST)

Sunny લિયોનના કંડોમ એડ પર ફરી મચ્યો બબાલ, MLA આ શુ બોલી ગયા ..

સની લિયોન છેલ્લા કેટલાક વર્ષોથી મૈનફોર્સ કંડોમ કંપનીની બ્રાંડ એમ્બેસેડર છે. સની મૈનફોર્સના એડમાં પણ જોવા મળે છે. તેની આ એડ પર અનેક વાર વિરોધ બતાવાયો છે. એકવાર ફરી ગોવાના કોંગ્રેસ ધારાસભ્યએ આ કંડોમ એડ્સ પર ચર્ચા કરી છે. 
ગોવા ટ્રાંસપોર્ટ કોર્પોરેશનની બસોમાં આ કંડોમ એડ્સનો પ્રચાર થાય છે. આ માટે સેંટ આંદ્રેને ધારાસભ્ય ફ્રાંસિસ્કો સિલ્વેરિયાએ કહ્યુ કે આ અમને શરમમાં નાખે છે. 
 
સિલ્વેરિયાએ કહ્યુ - બસોમાં આનો પ્રચાર બંધ કરવો જોઈએ. આ આપણને શરમની અનુભૂતિ કરાવે છે.  સિલ્વેરિયાએ પહેલા સ્પીકર પ્રમોદ સાવંદને પૂછ્યુ કે શુ રાજ્ય વિધાનસભામાં આપણે કંડોમ શબ્દનો પ્રયોગ કરી શકીએ છીએ. 
 
ત્યારબાદ સિલ્વેરિયાએ કહ્યુ, 'આ એડ્સ ગોવાના લોકોને શુ શિખવાડી રહી છે. સ્ટુડેંટ બસમાં ટ્રાવેલ કરે છે. તેઓ આનાથી તેઓ શુ શીખી રહ્યા છે. ગોવાના લોકો પર તેનો ખરાબ પ્રભાવ પડે છે.' 
 
ઉલ્લેખનીય છે કે આ એડ્સ સની લિયોન પર શૂટ થઈ છે. કાદંબા ટ્રાંસપોર્ટની બસમાં આ એડ્સનો પ્રચાર થાય છે. ગર્ભનિરોધક કંપની અને નિગમ સાથે કૉન્ટ્રેક્ટ હેઠળ આ એડ્સનો પ્રચાર થઈ રહ્યો છે.