સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2019 (13:44 IST)

ગુજરાત સરકારે ટેક્સ ફ્રી કરી 'સુપર 30', ઋત્વિક રોશને વિજય રૂપાણીનો માન્યો આભાર

યુપી, બિહાર બાદ ગુજરાત સરકારે ટેક્સ ફ્રી કરી 'સુપર 30', ઋત્વિક રોશને આ રીતે માન્યો 'આભાર'
 
 
અમદાવાદ: ઋત્વિક રોશનની ફિલ્મ સુપર 30 ફેન્સ વચ્ચે છવાઇ ગઇ છે. આ ફિલ્મ ચારેયતરફ ધૂમ કમાણી કરી રહી છે. એવામાં ફિલ્મ બિહાર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. પરંતુ હવે આ ફિલ્મ ગુજરાતમાં પણ ફ્રી કરી દેવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવતાં ઋત્વિક રોશને આભાર વ્યક્ત કર્યો છે. ઋત્વિક રોશને ટ્વિટ કરીને લખ્યું છે કે અમારા પ્રયત્નો પુરસ્કૃત કરવા માટે ગુજરાતમાં સુપર 30 ટેક્સ ફ્રી જાહેર કરવા માટે વિજય રૂપાણીજીનો આભાર. ટીમ સુપર 30 દયાથી અભિભૂત છીએ. 
 
તો બીજી તરફ આનંદે પણ ધન્યવાદ વ્યક્ત કર્યો છે. આનંદ કુમારે લખ્યું છે કે ઘણા ધન્યવાદ માનનીય ગુજરાતના સીએમ @vijayrupanibjp જીને # સુપર 30 ટેક્સ ફ્રી કરવા માટે. તમારો આ ઇશારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફિલ્મ જોવા અને તેનો સંદેશો લેવામાં મદદ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. @iHrithik @RelianceEnt @NGEMovies @Shibasishsarkar @FuhSePhantom @ super30film #vikashbahal
 
16 જુલાઇના રોજ બિહારમાં આનંદ કુમાર પર બનેલી બાયોપિક ફિલ્મ 'સુપર 30' ને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. તાજેતરમાં જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફિલ્મની પ્રશંસા કરતાં સોશિયલ હેંડલ પર ટ્વિટ કર્યું છે.  
 
મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના ટ્વિટર પર ફિલ્મની પ્રશંસા કરતાં લખ્યું ફિલ્મ 'સુપર 30' આનંદ કુમારની રિયલ કહાની પર આધારિત છે અને સારી ફિલ્મ છે. આ કહાની સંકલ્પ અને દ્વઢ નિશ્વયથી કેવી રીતે વિપરિત પરિસ્થિતિઓમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકાય છે તેનું અદભૂત ઉદાહરણ છે. સાથે જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનમાં ફિલ્મ 'સુપર 30' ટેક્સ ફ્રી કરી દીધી છે. 
 
તાજેતરમાં જ ઉપરાષ્ટ્રપતિથી ટ્વિટર હેંડલ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે કે તેમણે ફિલ્મ સુપર 30 જોઇ છે. વૈંકેયા નાયડૂએ આ ફિલ્મ ઋત્વિક રોશન, સાજિત નડીયાદવાલા અને આનંદ કુમાર અને પરિવારવાળાઓ સાથે જોઇ છે. તેના પર પણ ઋત્વિકે ટ્વિટ કરીને આભાર વ્યક્ત કર્યો છે.